અરવલ્લી: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના (raped Case in Malpur Aravalli) એક ગ્રામ્ય વિસ્તારમાં હોળીની મોડી રાત્રીએ ઘરની બહાર આંગણામાં સુઇ રહેલી 4 વર્ષીય બાળકીને નજીકમાં રહેતા 24 વર્ષીય ગાજર નામનો નરાધમ યુવક ઉઠાવી (4 year old girl raped in Malpur Aravalli) ગયો હતો, ત્યારબાદ નજીકના ખેતરમાં લઇ જઈ બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી.
આ પણ વાંચો: Rape case in Ahmedabad: ધોળકામાં થયેલ સામુહિક દુષ્કર્મનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો
માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી: બાળકી ન મળતા પરિવારે શોધખોળ કરતા નજીકના ખેતર બાળકી રડતી મળી આવી હતી. બાળકીએ પોતાના સાથે બનેલ સમગ્ર ઘટના અંગે તેની માતા થતા પરિવારજનોને જણાવતા તેમના માથે જાણે આભ ફાટ્યુ હતું , બાળકીને માતાએ આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો: ઘટનાની ગંભીરતા સમજી એલ.સી.બી પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા અને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. દુષ્કર્મનો ભોગ બનેલ 4 વર્ષની બાળકીની માતાએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માલપુર પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથી ધરી છે . બાળકીને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડી શારીરિક પરીક્ષણ માટેની તજવીજ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ પણ વાંચો: ધોળકામાં સગીરા પર 8 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ, હાલત ગંભીર