ETV Bharat / state

અરવલ્લી જિલ્લા સ્વિપ નોડલ દ્વારા 2.41 લાખ મતદારોને કરાયા જાગૃત

મતદાન અંગે જાગૃત કરવા ‘‘ સ્વિપ ‘‘ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક મહિના વિવિધ કાર્યક્રમ, સ્પર્ધા સહિત કાર્યક્રમો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં યોજી અંદાજે 2.41 લાખથી વધુ મતદાતાઓને જાગૃત કરવામાં આવ્યા છે.

voters awareness campaign
voters awareness campaign
author img

By

Published : Feb 27, 2021, 7:14 PM IST

  • અરવલ્લી જિલ્લા સ્વિપ નોડલ દ્વારા 2.41 લાખ મતદારોને જાગૃત કરાયા
  • મતદારોને જાગૃત કરવા વિવિધતા સભર પ્રવૃત્તિઓ કરવામાં આવી
  • સરેરાશ મતદાનની ટકાવારીમાં વધારો થવાની આશા

અરવલ્લી : 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. ત્યારે અરવલ્લી જિલ્લા સ્વિપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવલ્લી સ્મિતાબેન પટેલ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન વધુ પ્રમાણમાં થાય તે માટે વિવિધતા સભર પ્રવૃત્તિઓ છેલ્લા એક મહિનામાં કરવામાં આવી રહી છે. જેમાં મહેંદી સ્પર્ધા, મતદાન જાગૃતિના સંદેશા વાળા માસ્કનું વિતરણ, સિગ્નેચર કેમ્પેઇન, સાયકલ રેલી, બાઈક રેલી, રંગોળી સ્પર્ધા, વિવિધ બિલ પર મતદાન જાગૃતિના સિક્કા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, EVM નિદર્શન, સેલ્ફી કોર્નર, મતદાન જાગૃતિની પ્રતિજ્ઞા, સરકારી લેટર પેડ પર મતદાન જાગૃતિના સંદેશ જેવી રસપ્રદ પ્રવૃત્તિઓમાં મહિલા મતદાર, કોલેજના મતદાર, ગામના મતદાર તમામને આવરી લેવામાં આવ્યા હતા. આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા 2,41,000 જેટલા મતદારોને આવરી લેવામાં આવ્યા હતા.

સરેરાશ મતદાન અવશ્ય ઉચું જવાની આશા

પ્રાથમિક શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલી આ ઉત્તમ પ્રવૃત્તિઓથી સરેરાશ મતદાન અવશ્ય ઉચું જવાની આશા સેવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.