મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં અને ખાસ કરીને મોડાસામાં કોરોના વાઇરસના કારણે મોતનો સીલસીલો યથાવત છે. મોડાસામાં શનિવારની મોડી રાત્રે તેમજ રવીવારે સાંજે એક-એક મોત થતા જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 20 પર પહોંચી છે.
અરવલ્લી કોરોના અપડેટ
- કુલ કોરોના પોઝિટિવ કેસ- 219
- કુલ ડિસ્ચાર્જ- 161
- કુલ મૃત્યુ- 20
- કુલ સક્રિય કેસ- 36
- હોમ ક્વોરેન્ટાઈન- 650(18 પ્રવાસી +632 સ્થાનિક)
બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રવિવારે 4 કેસ નોંધાયા હતા. જે કારણે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 219 પર પહોંચી છે. જેમાંથી પૈકી 161 દર્દીઓ સ્વસ્થ થતા તેમને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
હાલમાં કોરોના વાઇરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલા પોઝિટિવ દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝિટિવ કેસ જાહેર થતા ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે અરવલ્લીમાં કોવિડ-19 નોંધાયેલ પોઝિટિવ કેસના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલા હોય તેવા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા 251 ઘરોની 939 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો છે. જે પૈકી 57 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
- આરોગ્ય વિભાગની ટીમો દ્વારા 251 ઘરોનો સર્વે
- 939 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વે
- જેમાંથી 57 લોકો હોમ ક્વોરેન્ટાઇન
હાલ અરવલ્લી જિલ્લામાં હોમ ક્વોરેન્ટાઇન પ્રવાસી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા 18 છે. તેમજ પોઝિટિવ દર્દીના સંપર્ક આવેલ 632 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશન વોર્ડમાં 3 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશન વોર્ડમાં 15 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લાના 14 પોઝિટિવ કેસ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં, 1 કેસ મેડિસ્ટાર હિંમતનગર, 5 અમદાવાદની હોસ્પિટલોમાં તેમજ 1 ગાંધીનગરની હોસ્પિટલમાં કુલ મળીને 36 દર્દીઓ સારવાર હેઠળ છે.