જિલ્લામાં પોલીસવડા મયુર પાટીલે ચાર્જ સંભાળતાની સાથે જ જિલ્લાના વિવિધ નગરો અને ગ્રામ્યવિસ્તારના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓ થતી જ રહી છે. પરંતુ એકસાથે મોટા પ્રમાણમાં બદલી થઇ હોય તેવું પ્રથમવાર બન્યું છે.
જિલ્લામાં એકસાથે 180 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર જાહેર કરી દેવામાં આવ્યા છે. પોલીસ કર્મચારીઓને ફરજ પરના સ્થળ પરથી તાત્કાલિક છુટા કરવાના અને બદલીના સ્થળે તાત્કાલિક હાજર થવાના આદેશના પગલે પોલીસ કર્મચારીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે.