ETV Bharat / state

અરવલ્લી મિત્ર હત્યા કેસ: આરોપીને આજીવન કેદની સજા - aravalli

અરવલ્લી: ત્રણ વર્ષ અગાઉ 18 ઑક્ટોબર 2016 મંગળવારની રાત્રે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઇ ગામમાં એક યુવકની હત્યા આરોપીએ લગ્નના ખર્ચ માટે રૂપિયાની જરૂરિયાતને લઇ કરી હતી. હત્યા કરનાર આરોપી રાજેશ પટેલને અરવલ્લી ડિસ્ટ્રીકટ કોર્ટે પુરાવાના આધારે આજીવન કેદની સજા ફટકારતા મૃતક યુવક ધ્રુવના પરિવારજનોએ કોર્ટના નિર્ણય અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

murder case in aravalli
murder case in aravalli
author img

By

Published : Dec 1, 2019, 12:51 PM IST

બાયડ તાલુકાના ડેમાઇ ગામમાં એક યુવકની હત્યા આરોપીએ લગ્નના ખર્ચ માટે રૂપિયાની જરૂરિયાતને લઇ કરી હતી. હત્યા કરનાર આરોપી રાજેશ પટેલને અરવલ્લી ડિસ્ટ્રીકટ કોર્ટે પુરાવાના આધારે આજીવન કેદની સજા ફટકારી હતી. આ કોર્ટના ચુકાદાથી મૃતક યુવક ધ્રુવના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

ત્રણ વર્ષ આગાઉ બાયડ તાલુકાના ડેમાઇની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતાઅને જવેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલ જયેશભાઇ સોનીનો પુત્ર ધ્રુવ સોની રાત્રે બજાર ગયા પછી પરત ન ફરતા પરીવારજનોએ તેની શોધખોળ આદરી હતી. બીજા દિવસે સવારે ડેમાઇથી થોડે દુર આવેલા એક નાળા નીચે કોથળામાં પુરેલી હાલતમાં ધ્રુવની લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી. ધ્રુવ સોનીની હત્યા બાદ પોલીસે હત્યા કરનાર તેના મિત્ર રાજેશ રમણભાઈ પટેલેની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, રાજેશ રમણભાઈ પટેલે લગ્ન કરવા માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થતા સોના-ચાંદીના દાગીના પહેરી ફરતા ગામના ધ્રુવ સોની નામના યુવકની હત્યા કરી ઘરેણાં લૂંટી લેવા પ્લાન બનાવ્યો હતો.

18 October 2016 murder case in aravalli
મિત્રની હત્યા કેસ: આરોપીને આજીવન કેદની સજા

18 ઑક્ટોમ્બર 2016ની રાત્રીએ ફોન કરી ઘરે બોલાવી ટીવી જોવા માટે બોલાવ્યો હતો. ટીવી જોવામાં મશગુલ બનેલા ધ્રુવને રાજેશે પાછળથી ગળામાં દોરડું ભરાવી ટૂંપો આપી દઈ હત્યા કરી હતી. જે બાદ ધ્રુવે પહેરેલા સોના-ચાંદીના ઘરેણા અને મોબાઈલ ફોન કાઢી લીધા હતા. આ હત્યા છુપાવવા મૃતદેહને સાબુદાણાના કોથળામાં ભરી દોરડાથી સીવી લીધો હતો. જે બાદ મોડી રાત્રે બાઈક પર કોથળામાં ભરેલ ધ્રુવના મૃતદેહને ડેમાઈ-કપડવંજ રોડ પર ગરનાળાની નીચે નાખી જાણે કંઈ જ બન્યું ન હોય તેમ ઘરે આવી સુઈ ગયો હતો.

જે બાદ બાયડ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે મોબાઈલ ફોન પર છેલ્લે થયેલી વાતચીતના આધારે હત્યારા આરોપી રાજેશ રમણભાઈ પટેલને દબોચી લીધો હતો. જે બાદ લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી હત્યા કરી હોવાનું રાજેશે કબુલી લીધું હતું.

Intro:અરવલ્લીના ડેમાઈમાં મિત્રએ કરી મિત્રની હત્યા: આરોપીને આજીવન કેદની સજા

મોડાસા- અરવલ્લી

ત્રણ વર્ષ અગાઉ ૧૮ ઓક્ટોમ્બર-૨૦૧૬ મંગળવારની રાત્રે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઇ ગામમાં એક યુવકની હત્યા આરોપીએ લગ્નના ખર્ચ માટે રૂપિયાની જરૂરિયાત ને લઇ કરી હતી. હત્યા કરનાર આરોપી રાજેશ પટેલને અરવલ્લી ડીસ્ટ્રીકટ કોર્ટે પુરાવાના આધારે આજીવન કેદની સજા ફટકારતા મૃતક યુવક ધ્રુવના પરિવારજનોએ કોર્ટના નિર્ણય અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો .

Body:ત્રણ વર્ષ આગાઉ બાયડ તાલુકાના ડેમાઇની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતાઅને જવેલર્સ ના વ્યવસાય સાથે સંકળાયેલ જયેશભાઇ સોની નો પુત્ર ધ્રુવ સોની રાત્રે બજાર ગયા પછી પરત ન ફરતા પરીવારજનોએ તેની શોધખોળ આદરી હતી. બીજા દિવસે સવારે ડેમાઇથી થોડે દુર આવેલા એક નાળા નીચે કોથળામાં પુરેલી હાલતમાં ધ્રુવની લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી.
ધ્રુવ સોનીની હત્યા બાદ પોલીસે હત્યા કરનાર તેના મિત્ર રાજેશ રમણભાઈ પટેલે ની ધરપકડ કરી હતી . તપાસમાં બહાર આવ્યુ કે રાજેશ રમણભાઈ પટેલે લગ્ન કરવા માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થતા સોના-ચાંદીના દાગીના પહેરી ફરતા ગામના ધ્રુવ સોની નામના યુવક પર ઠરી હતી અને હત્યા કરી ઘરેણાં લૂંટી લેવા પ્લાન બનાવ્યો હતો.

૧૮ ઓક્ટોમ્બર-૨૦૧૬ ની રાત્રીએ ફોન કરી બોલાવી ઘરે ટીવી જોવા માટે બોલાવ્યો હતો. ટીવી જોવામાં મશગુલ બનેલા ધ્રુવને રાજેશે પાછળથી ગળામાં દોરડું ભરાવી ટૂંપો આપી દઈ હત્યા કરી નાખી ધ્રુવે પહેરેલા સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન કાઢી લઈ હત્યાની ઘટનાને છુપાવવા સાબરદાણ ના કોથળામાં ભરી દોરડાથી સીવી લીધો હતો અને મોડી રાત્રીએ બાઈક પર કોથળામાં ભરેલ ધ્રુવની લાશને ડેમાઈ-કપડવંજ રોડ પર ગરનાળાની નીચે નાખી ઘરે આવી જાણે કઈ જ બન્યું ન હોય તેમ ઘરે આવી સુઈ ગયો હતો .

બાયડ પોલીસે હત્યાનો ગુન્હો મોબાઈલ ફોન પર છેલ્લે થયેલી વાતચીતના આધારે હત્યારા આરોપી રાજેશ રમણભાઈ પટેલને દબોચી લીધો હતો અને લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી હત્યા કરી હોવાનું કબુલી લીધું હતું
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.