જિલ્લામાં આવેલા બાયડ, મેઘરજ, ભિલોડા, માલપુર તેમજ ધનસુરા તાલુકાઓના ગામડાઓમાં બાળ લગ્ન અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, જિલ્લા બાળ સુરક્ષા કચેરીને બાળ લગ્નની માહિતી અથવા લગ્ન કંકોત્રી દ્વારા માહિતી મળી રહે છે. ત્યારબાદ આ અંગે કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. સાથે જ હેલ્પલાઈન 181 તેમ જ પોલીસ અધિકારીઓનો પણ સહયોગ લેવામાં આવે છે.
બાળ સુરક્ષા અધિકારીઓ બાળ લગ્ન અટકાવવા માટે વર-વધુના માતા-પિતા અને ઘરના વડીલોને સમજાવે છે. તેમજ લગ્નને આગળ વધતા અટકાવે છે. જો લગ્ન થઈ ગયા હોય તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે. આ અંગે ઉંમરના પુરાવાની જરૂર હોય તો પુરાવા માટે તલાટી અથવા જન્મ મરણ નોંધણી કચેરીનો સંપર્ક કરીને યોગ્ય પુરાવા મેળવવામાં આવે છે.