- આણંદ જિલ્લા પંચાયતની નાપાડ વાંટા બેઠક
- 30,000 કરતા વધારે મતદારો ધરાવે છે મતાધિકાર
- જ્ઞાતિકીય સમીકરણો મહત્વ ધરાવતી બેઠક
- પ્રજા રાજકારણમાં પરિવર્તનને આવકારે છે
આણંદઃ સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. તંત્ર દ્વારા ઉમેદવારી કરવા ઇચ્છુક ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા તથા તેની ચકાસણીની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. આણંદ જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું આયોજન આગામી દિવસોમાં થવા જઈ રહ્યું છે, ત્યારે etv ભારત દ્વારા રજાઓમાં મુખ્ય કહી શકાય. તેવી સમસ્યાઓના મુદ્દા પર સમાધાન સાથેની ચર્ચા કરવામાં આવી રહી છે, ત્યારે જાણો આણંદ જિલ્લાના નાપાડ-વાંટા બેઠકના મતદારોની સમસ્યા અને તેના સમાધાન વિશે.
જાણો આણંદની નાપાડ-વાંટા બેઠક વિશે
આણંદ જિલ્લા પંચાયતની નાપાડ-વાંટા બેઠકમાં કુલ ચાર ગામનો સમાવેશ થાય છે. જેમાં અડાસ સુંદરા નાપાડ-વાંટા, નાપાડ તળપદ આચાર ગામની કુલ વસ્તી થઈ અંદાજિત 30 હજાર કરતાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જનપ્રતિનિધિ નિમણૂક કરતા હોય છે સાથે જ આ ચાર ગામના 30થી વધુ પરા વિસ્તાર પણ આ બેઠક પર નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે.
નાપાડ-વાંટાના લોકો ઝંખી રહ્યા છે સમસ્યાઓનું સમાધાન
નાપાડ-વાંટા બેઠકમાં મુખ્યત્વે ક્ષત્રિય અને લઘુમતી સમાજનો દબદબો જોવા મળે છે. ગત ટર્મમાં આ બેઠક પર થી કોંગ્રેસના ઉમેદવાર શીતલબેન મહિડાએ 1800 ઉપરાંતની સરસાઈથી વિજય પ્રાપ્ત કરી ટર્મ પૂર્ણ કરી હતી સાથે જ આ અગાવની ટર્મમાં આ બેઠકના મતદારોએ ભાજપને વિજય બનાવ્યો હતો માટે કહી શકાય કે, આ બેઠક પર કોઈ ચોક્ક્સ પાર્ટી કે, ઉમેદવારનું પ્રભુત નથી પરંતુ મતદારો પોતાની સમસ્યાઓનું સમાધાન ઝંખી રહ્યા હોય તેમ દર પાંચ વર્ષે પરિવર્તમાં વિશ્વાસ રાખે છે.
સુવિધાઓમાં માળખાકીય સુધારો કરવા પ્રજાએ અપેક્ષ વ્યક્ત કર્યા
સામાન્ય રીતે પ્રજાની મુખ્ય કહી શકાય તેવી સમસ્યાઓથી આ બેઠક પર ના નાગરિકો પણ હેરાન હોવાની જાણકારી મતદારોએ આપી હતી. રસ્તા, બ્લોક, પાણી, ગટર જેવી સુવિધાઓમાં માળખાકીય સુધારો કરવા સાથે નવીન કામો માટે પ્રજાએ અપેક્ષ વ્યક્ત કર્યા હતા. આણંદ જિલ્લા પંચાયતની નાપાડ-વાંટ બેઠકના નાગરિકો માટે આમતો ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જેમાં પોસ્ટ ઓફીસ, દવાખાનું, ખાનગી સારવાર સુવિધાઓ, પાણી, રસ્તા જેવી પાયાની સુવિદ્યાઓથી વિસ્તારના ઘણા નાગરિકોએ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.