આણંદ: આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલ અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલને વડોદરા ડિવિઝનના DRM જિતેન્દ્ર સિંહે ઇલેક્ટ્રીક મેમુ ટ્રેનના એન્જિન તથા કોચની બનાવટ અને સાવચેતીના માપદંડો ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી સુવિધાઓ તેમજ અતિ આધુનિક ટેકનોલોજીના દર્શન થયા હતા. જેનો ઉપયોગ આ નવી ટ્રેનમાં કરાયો છે. ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ સાંસત મિતેષ પટેલે આ પ્રસંગે રેલવેને લઈને પ્રાપ્ત થયેલી સિદ્ધિ અંગે સંબોધન કર્યું હતું. જ્યારે ડીઆરએમ સાથે રહીને સમગ્ર ટ્રેનનું નિરિક્ષણ કર્યું હતું. આ પ્રસંગે રેલવે વિભાગના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Summer Season Ahmedabad: સનસ્ટ્રોક-હીટવેવથી બચવા ફ્રુટ જ્યુસ છે સુરક્ષા કવચ
મોટો ફાયદો થશેઃ આ ટ્રેન સેવા શરૂ થવાના લીધે આણંદ અને ખંભાત વચ્ચે આવતા તમામ ગામ અને તાલુકાને મોટો ફાયદો થશે. મોટી સંખ્યામાં આ બન્ને સેન્ટર બાજુ જતા લોકોને સીધો ફાયદો થશે. જેમાં વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તથા વેપારીઓનો સમાવેશ થાય છે. આ સિવાય સમયાંતરે આ બન્ને સેન્ટર વચ્ચે આવ જા કરતા લોકોને પણ ફાયદો મળી રહેશે. આ ટ્રેન સેવા શરૂ થતા ખરા અર્થમાં લોકોને મોટો લાભ થવાનો છે. આણંદ અને ખંભાત વચ્ચે ઈલેક્ટ્રિક મેમું ટ્રેન સેવા શરૂ થઈ છે. જેનાથી કોઈ પ્રદુષણ પણ નહીં થાય અને ઝડપથી-સમયસર પહોંચી પણ શકાશે.
આ પણ વાંચોઃ Surat news: સુરતમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના, 9 વર્ષના બ્રેઈનડેડ બાળકના 7 અંગોનું દાન કરવામાં આવ્યું
આટલું રહેશે ભાડુંઃ આણંદ અને ખંભાત વચ્ચેના રૂટ પર બે મેમું ટ્રેન નિયમિત રીતે દોડી રહી છે. જે દરરોજના પાંચ પાંચ ફેરા કરે છે. જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો સમય બચી જશે. ખરા અર્થમાં આ ટ્રેન ઉપયોગી સાબિત થશે. આણંદથી ખંભાત સુધીનું ભાડું માત્ર 35 રૂપિયા નક્કી કરાયું છે. જેના કારણે લોકોને કોઈ રીતે આર્થિક માર પણ પડશે નહીં. ખાસ કરીને આણંદથી આવતા દરેક લોકોને આ ટ્રેનથી સીધો ફાયદો થવાનો છે. આમ રેલવે વિભાગે નાના એવા સેન્ટર પર એક નવી સર્વિસ શરૂ કરીને મહાનગરને જોડવાનું કામ શરૂ કર્યું છે.