આણંદઃ ગુરુવારે આણંદ કલેકટર ઓફિસ ખાતે કરમસદના રહીશો દ્વારા પાણી પુરવઠો બંધ કરી દેવાતા નગરપાલિકાના સત્તાધીશો સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી નોંધો મહિલાઓ દ્વારા માટલા ફોડવામાં આવ્યા હતા. અને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જે અંગે ઈટીવી ભારત દ્વારા કરમસદ નગરપાલિકાની મુલાકાત લેવામાં આવી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલનું વિસ્તૃત ગામ કરમસદ જ વોર્ડ નંબર સાતના રહીશો દ્વારા કલેકટર કચેરી ખાતે વાળુ કરી પાણીના પ્રશ્ન અંગે નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે કરમસદ નગરપાલિકાના ઉપ પ્રમુખ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. કરમસદ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર સાતમાં આવેલી ઈન્દીરા નગરીના રહીશો દ્વારા નગરપાલિકાને સમયસર વેરો ભરવામાં આવતો ન હોવાના કારણે સ્થાનિકોને આપવામાં આવતા પાણીના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
કોઈપણ વિસ્તારમાં પાણી સદંતર બંધ કરવામાં આવ્યું નથી. અંદાજીત 35 લાખ રૂપિયા જેટલો ટેક્સ વસૂલાતઆ વિસ્તારમાંથી બાકી નીકળતી હોય અને બીજીતરફ સરકાર દ્વારા નગરપાલિકાના રોજીંદા ખર્ચ માટે ભંડોળનો ઉપયોગ કરવાનો આદેશ હોવાના કારણે નગરપાલિકાને માસિક 40 લાખ રૂપિયાથી વધારાનું કારણ આવતું હોવાથી નગરપાલિકાના બાકી નીકળતા વેરાની વસુલાત કરવા માટે આ વિસ્તારમાં પાણીનો કાપ મૂકાયો હોવાની સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી હતી.