આણંદ: રાજકારણમાં ચર્ચિત બનેલ ભરતસિંહ સોલંકી અને તેમના પત્નીના ગૃહકલેશનો વાઇરલ થયેલ વીડિયો (Viral Video Of Bharatsinh Solanki) હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યો છે, ત્યારે જે પ્રોપર્ટીમા આ ઘટના ઘટી હતી તે પ્રોપર્ટીના બિલ્ડર સાઇડની બદનામીને લઈને ચિંતિત બન્યા હતા.
આ પણ વાંચો: Dancing Doctor : આ ડોક્ટર દવાથી નહિ પરંતુ આવી રીતે કરે છે રોગોનું નિદાન
ભરતસિંહ સોલંકીનો વીડિયો થયો હતો વાઇરલ : આણંદ વિદ્યનગર રોડ પર મોતી કાકાની ચાલી પાસે આકાર પામી રહેલી આશ્રય નામની સોસાયટીમાં આવેલ મકાન નંબર 55માં કૉંગ્રેસના દિગ્ગજ નેતાને તેમની જ પત્ની રેશમા પટેલએ દ્વારા અન્ય યુવતી સાથે ઝડપી લીધા બાદ થયેલ વિવાદનો વિડિયો વાઇરલ થયો છે. જે બાદ આ સાઈટના બિલ્ડર અને તેની સાથે સંકળાયેલ વ્યક્તિઓ ચિંતિત બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ઘટનાને કારણે તેમની સાઈટ પર કોઈ અસર ના થાય : મિડિયા સાથેની વાતચીતમાં સાઈટના સિવિલ એન્જીનીયર નરેશ રાઠોડ દ્વારા જણાવવમાં આવ્યું હતું કે, સમગ્ર ઘટન તેમની સાઇટમાં બની તેને લઈને ખૂબ ચિંતિત છે. આ ઘટનાને કારણે તેમની સાઈટ પર કોઈ અસર ના થાય તેમાટે તેમણે આ મકાનના લાઈટ અને પાણી ગટરના જોડાણ હાલ કાપી નાખવાના હોવાની માહિતી આપી હતી.
આ પણ વાંચો: ભારત પર્યાવરણની સુરક્ષા માટે નવા સંશોધનો માટે દબાણ કરી રહ્યું છેઃ પીએમ મોદી
સોસાયટીના બીઈલ્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી : નરેશ રાઠોડના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં મકાન માલિક મહિલા પાસેથી એફિડેવટ (બાહેધરી પત્ર) લઈને તેમને મિલકતમાં આવવા માટે અનુમતિ આપવામાં આવશે. અંદાજિત 6 માસ અગાઉ આ મકાન કોઈ સોલંકી અટકની મહિલા દ્વારા ખરીદવામાં આવ્યું હતું, જે બાદ ભરતસિહ સોલંકી ઘણીવાર આ મકાને મુલાકાતે આવતા જતા હતા બિલ્ડરના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં તેમને હતું કે, મહિલા સોલંકી અને ભરતસિંહ સોલંકી વચ્ચે કોઈ પારિવારિક જ્ઞાતિ કિય સંબંધ હશે, પરંતુ આ સ્થળે તેમની પત્ની દ્વારા કરવામાં આવેલ હોબાળાના વાઇરલ થયેલ વિડિયો બાદ સમગ્ર બાબતે ધ્યાન જતા હવે સોસાયટીના બીઈલ્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.