ETV Bharat / state

આણંદમાં ભાજપાનું વિજય સંકલ્પ સંમેલન, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

આણંદઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં વિદ્યાનગર રોડ પર આવેલા હાડકીલર ગ્રાઉન્ડમાં આણંદ બેઠક પર ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું. બીજી તરફ આણંદ લોકસભા સીટને લઇ હજુ સુધી કોઈ ઉમેદવારનું નામ જાહેર ન થતા પક્ષના કાર્યકરોમાં પાર્ટી દ્વારા કોને ટિકિટ આપવામાં આવશે તેને લઈ ઉત્સુકતા જોવા મળી હતી.

author img

By

Published : Mar 26, 2019, 5:15 PM IST

સ્પોટ ફોટો

કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.સાથે-સાથે પક્ષ દ્વારા ઉમેદવારની નામની જાહેરાત કરવામાં આવતા વિલંબને લઇ તેમણે વ્યક્તિને નહીં પરંતુ કમળને મત આપવા અનુરોધ કર્યો હતો.

ભાજપનો વિજય સંકલ્પ સંમેલન

વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે જાતિવાદ, પ્રાંતવાદ અને વંશવાદનેવરેલી પાર્ટી છે. જ્યારે ભાજપ તે પોતાના શાસન દરમિયાન વિકાસની સાથે-સાથેરાષ્ટ્રના વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું છે. પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે સારા નિર્ણય લીધા છે, તેના ફળ આવનાર પાંચ વર્ષમાં પ્રજાને મળશે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,ગતલોકસભા કરતાં 2019ની લોકસભાની ચૂંટણીમાં આણંદ બેઠકનેજંગી મતોથી જીતી અને ભગવોલહેરાવાનોવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.લોકો સુધી ભાજપે કરેલા વિકાસના કામોની ગાથા પહોંચાડવા માટે ભાજપના કાર્યકરોને કામે લાગી જવા કહ્યું હતું. ભુપેન્દ્રસિંહએ પણ ભાજપ દ્વારા આણંદ બેઠક પર ઉમેદવારનું નામ જાહેર ન કર્યુંહોવાના કારણે ફક્ત કમળને મહત્વ આપી મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી.

ભુપેન્દ્રસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે,કોંગ્રેસ દ્વારા 55 વર્ષ સુધી ફક્ત ગરીબોના હિત માટેના કામના વાયદા કરેલા છે. હાલ દેશમાં 50 કરોડ કરતાં પણ વધારે ગરીબ પરિવારોની મદદ મોદી સરકારે પાંચ વર્ષમાં કરી બતાવી છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાહુલ ગાંધીના આપેલ નિવેદન પર કટાક્ષમાં કરતા કહ્યું કે, "રાહુલ ગાંધી જે 72 હજાર રૂપિયા ગરીબ ખેડૂતોના ખાતામાં જમા કરવાની વાતો કરે છે, તે ઇન્દિરા ગાંધીની ખોટી વાતો જેટલી સાચી છે"

ભાજપનો વિજય સંકલ્પ સંમેલનમાંઆણંદ લોકસભાના સાંસદ દિલીપ મણિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદિયા, નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ સાથે પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકોએ હાજરી આપી હતી.

Intro:આણંદ બેઠક પર ભાજપનો વિજય સંકલ્પ સંમેલન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ની અધ્યક્ષતા માં વિદ્યાનગર રોડ પર આવેલ હાડકીલર ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યું જેમાં આણંદ લોકસભાના સાંસદ દિલીપ મણિ ભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદિયા નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ સાથે પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકોએ હાજરી આપી હતી.
બીજી તરફ આણંદ લોકસભા સીટ ને લઇ હજુ સુધી કોઈ ઉમેદવાર નું નામ જાહેર ન થતા પક્ષના કાર્યકરોમાં પાર્ટી દ્વારા કોને ટિકિટ આપવામાં આવશે તેને લઈ ઉત્સુકતા જોવા મળી હતી

Body:કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ફરી આણંદ બેઠક પર ઉના ભોલે માટે સૌને એક મળી કામ કરવાનો અનુરોધ કર્યો હતો સાથે-સાથે પક્ષ દ્વારા ઉમેદવારની નામની જાહેરાત કરવામાં આવતા વિલંબ ને લઇ તેમણે વ્યક્તિને નહીં પરંતુ કમળને મત આપવા અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે જાતિવાદ પ્રાંતવાદ અને વંશવાદ અને વરેલી પાર્ટી છે જ્યારે ભાજપ તે પોતાના શાસન દરમિયાન વિકાસની સાથે-સાથે સૌને સાથે રાખી અને રાષ્ટ્રના વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું છે પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે સારા નિર્ણય લીધા છે તેના ફળ આવનાર પાંચ વર્ષમાં પ્રજાને મળશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે ગત્ લોકસભા કરતાં 2019 ની લોકસભાની ચૂંટણીમાં આણંદ બેઠક જંગી મતોથી જીતી અને ભગો લહેરાવાનું વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે સાથે લોકો સુધી ભાજપે કરેલા વિકાસ ના કામો ની ગાથા પહોંચાડવા માટે ભાજપના કાર્યકરોને કામે લાગી જવા જણાવ્યું હતું ભુપેન્દ્રસિંહ એ પણ ભાજપ દ્વારા આણંદ બેઠક પર ઉમેદવારનું નામ જાહેર ન કરેલ હોવાના કારણે ફક્ત કમળને મહત્વ આપી મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી ભુપેન્દ્રસિંહ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા 55 વર્ષ સુધી ફક્ત ગરીબોના હિત માટે ના કામના વાયદા કરેલા છે અને હાલ દેશમાં 50 કરોડ કરતાં પણ વધારે ગરીબ પરિવારો ની મદદ મોદી સરકારે પાંચ વર્ષમાં કરી બતાવી છે
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાહુલ ગાંધીના આપેલ નિવેદન પર કટાક્ષમાં જણાવ્યું હતું કે" રાહુલ ગાંધી જે 72 હજાર રૂપિયા ગરીબ ખેડૂતોના ખાતામાં જમા કરવા ની જે વાતો કરે છે તે ઇન્દિરા ગાંધીની ખોટી વાતો જેટલી સાચી છે"

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.