અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં મુસ્લિમ વ્યક્તિ સામેના બળાત્કારના આરોપો વિશે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અંગે હાઇકોર્ટે મોટો ચુકાદો આપતા મુસ્લિમ પુરુષ સામેના બળાત્કારના આરોપોને ફગાવી તેના બીજા લગ્નને માન્ય ગણાવ્યા છે. મુસ્લિમ પુરુષની બીજી પત્ની દ્વારા કરેલી બળાત્કારની FIR ગુજરાત હાઈ કોર્ટે રિજેક્ટ કરી હતી. આ અંગે કોર્ટે કહ્યું કે, મહિલા પુરુષના બીજા લગ્ન વિશે જાણીતા હોવા છતાં તેણે તેની સાથે સહમતિથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. કારણ કે પહેલા મુસ્લિમ પુરુષની બીજી પત્ની અન્ય ધર્મની છે અને મહિલાએ તેના અગાઉના લગ્ન છુપાવીને તેની સાથે બળજબરીથી શારીરિક રિલેશન બનાવ્યા બદલ પુરુષ વિરુદ્ધ એફઆઇઆર કરી હતી.
શું છે ઘટના?
આ ફરિયાદ નોંધાવનાર મહિલા ભારતીય મૂળની ન્યૂઝીલેન્ડની નાગરિક છે. આ મહિલાએ 2013માં ન્યૂઝીલેન્ડમાં રજીસ્ટર્ડ એક એક ભારતીય એનઆરઆઈ સાથે લગ્ન કર્યા હતા ત્યાર પછી 2013 માર્ચ નવેમ્બર સુધી એક સાથે રહ્યા હતા. તેની ફરિયાદ પ્રમાણે તેનો પતિ જ્યારે ભારત પાછો ફર્યો ત્યારે એ પણ ભારત આવી હતી ત્યાર પછી એને ખબર પડી કે તેના પતિએ અગાઉ લગ્ન કર્યા હતા. આ હકીકત જાણીને મહિલાએ વિશ્વાસઘાત માટે એફઆઇઆર નોંધાવી હતી.
આ કેસની હિયરિંગ દરમિયાન જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ આખી હકીકતને નોંધ લીધી અને કહ્યું કે, મહિલાએ પાછળથી પોતાની પસંદગીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા અને તેને ફોજદારી કાર્યવાહીમાં રસ ન હતો. આ કપલે ન્યૂઝીલેન્ડમાં લગ્ન કર્યા અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને ત્યારબાદ પતિ પત્ની તરીકે એક સાથે રહેતા હતા.
આ એફઆઈઆરમાં સપ્ટેમ્બર 2014માં મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિએ નવસારીની એક હોટલમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ પછી વ્યક્તિએ એફઆઇઆર રદ કરવાની માંગ કરી હતી. અંગે કોર્ટમાં વકીલે જણાવ્યું હતું કે, તે વ્યક્તિના બીજા લગ્ન માને છે કારણ કે તે મુસ્લિમ છે અને તે બળાત્કારના આરોપને આ માન્ય બતાવે છે. ફરિયાદીએ દલીલ કરી હતી કે, પીડિતના અરજદાર સાથેના લગ્ન ગેરકાદેસર હોવાથી જ્યારે તેણીએ સપ્ટેમ્બર 2014માં નવસારીમાં તેની સાથે રિલેશન બાંધ્યા ત્યારે તે આઇપીસીની કલમ 375 હેઠળ ગુનો હોવાનું સ્પષ્ટ કેસ હતો.
આ અંગે હિયરીંગ દરમિયાન ન્યાયાધીશે જણાવ્યું હતું કે, આ લોકોના લગ્ન કાયદેસર હતા કે ગેરકાયદે તે સ્પષ્ટ છે કે શારીરિક સંબંધ સંમતિથી સ્થાપિત થયો હતો અને એફઆઈઆરમાં પણ બહાર આવ્યું છે કે અરજદાર પતિના પ્રથમ લગ્ન વિશે જાણતા હોવા છતાં તેણીએ વચ્ચે વચ્ચે આ સંબંધ ચાલુ રાખ્યો હતો. આના સિવાય તેણે પોતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે આર્થિક મદદ પણ કરી હતી. આ બધી હકીકતમાં ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટ મુસ્લિમ પુરુષ સામેના બળાત્કારના આરોપોને ફગાવી દીધા અને તેના બીજા લગ્નને માન્ય ગણાવ્યા હતા.