ETV Bharat / state

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિદ્યાનગર ખાતે છાત્રાલયનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો - Vidyanagar

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિદ્યાધામ એવા વલ્લભ વિદ્યાનગર ખાતે અદ્યતન છાત્રાલય, સંતઆવાસ અને મંદિરના નિર્માણ અર્થે ગુરૂવારના રોજ શિલાન્યાસ વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો, હરિભક્તો ઉપરાંત રાજકીય આગેવાનો સહિત દાતાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

The foundation stone of the hostel
The foundation stone of the hostel
author img

By

Published : Aug 20, 2021, 4:50 PM IST

  • વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિદ્યાનગર ખાતે છાત્રાલયનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત
  • સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતીમાં યોજાયો કાર્યક્રમ

આણંદ: વિદ્યાનગર ખાતે ગુરૂવારના રોજ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નિર્મિત છાત્રાલયના શિલાન્યાસ વિધિ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતાં. પ્રથમ તેઓ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના નિવાસ સ્થાને ગયાં હતાં. જ્યાં તેઓએ વૃક્ષારોપણ કર્યું હતું. બાદમાં શિલાન્યાસ વિધિમાં ભાગ લીધો હતો અને તેઓના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. બાદમાં તેઓએ સભા સંબોધી હતી. જેમાં તેઓએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કોરોનાકાળ દરમિયાન કરેલી સેવાઓ અને સમાજ ઉપયોગી કરેલા કાર્યોને બિરદાવ્યાં હતાં.

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિદ્યાનગર ખાતે છાત્રાલયનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો

સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવા નિઃશુલ્ક છાત્રાલયનું થશે નિર્માણ

વિદ્યાનગર ખાતે સંપ્રદાય દ્વારા શરૂ કરવામાં આવેલા છાત્રાલય નિર્માણના કાર્યને પ્રસંશા કરતાં વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, દેશના નિર્માણમાં શિક્ષિક યુવાનોની જરૂર છે. જે ભગીરથ કાર્ય વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના છાત્રાલયમાં થશે. અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓના પરિવાર માટે પણ ચિંતાનું ભારણ ઓછું કરશે અને વિદ્યાર્થી મુક્તમને અભ્યાસ પર વધુ ધ્યાન આપી શકશે. જે ઉજ્જવળ ભવિષ્ય અને દેશઉન્નતિ તરફ દોરી જશે. તેમણે ઉમેર્યું હતું કે, મારો પુત્ર અમદાવાદમાં અભ્યાસ કરતો ત્યારે ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતો.

વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં યોજાયો કાર્યક્રમ

આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સંસ્થાનના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, સ્વામી નિત્યસ્વરૂપદાસજી, શાસ્ત્રી સ્વામી, પી. પી. સ્વામી, ગોપીનાથ મહારાજ, મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી, જ્ઞાનજીવન સ્વામી, શાસ્ત્રી નૌત્તમપ્રકાશ વિગેરે સંતો – મહંતો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત રાજકીય આગેવાનોમાં સાંસદ મિતેષ પટેલ, વિધાનસભા દંડક પંકજ દેસાઇ, પૂર્વ મંત્રી દિલીપ પટેલ, મહામંત્રી નિરવ અમીન, જિલ્લા ઉપપ્રમુખ યોગેશ પટેલ સહિતના હોદ્દેદારો હાજર રહ્યાં હતાં.

છાત્રાલયમાં શું શું સુવિધા હશે ?

વડતાલ સંપ્રદાય દ્વારા વિદ્યાનગર ખાતે બનનારા અદ્યતન છાત્રાલયમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ પરિસરમાં ભવ્ય મંદિર, સંત નિવાસ સાથે વિશાળ છાત્રાલય અને પ્લે ગ્રાઉન્ડ હશે. આ ઉપરાંત છાત્રાલયમાં જ ભોજનાલય, હાઈટેક કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, અદ્યતન સાધનોથી સજજ જીમ સહિતની સુવિધા હશે. આ તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક રાખવામાં આવશે. અહીં વિદ્યાર્થીઓને સગવડતા સાથે સુંદર સંસ્કારનું પણ સિંચન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.