- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરમસદ ખાતે કિસાન સંમેલનમાં સંબોધન કર્યું
- દિલ્હી આંદોલનને વિરોધ પક્ષનું આંદોલન જણાવ્યું
- 4 જિલ્લાના ખેડૂતોને કરમસદ ખાતેથી કર્યું સંબોધનખેડૂત આંદોલન વિરોધ પક્ષનું આંદોલન
આણંદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સરદાર પટેલના વતન એવા આણંદ જિલ્લાના કરમસદ ખાતે આયોજીત કિસાન સંમેલનમાં ખેડૂતો સાથે કૃષિ સુધારા બિલ 2020 અંગે માર્ગદર્શન પુરૂ પાડતા ખેડૂતોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-cm-vijay-rupani-addressed-the-farmers-at-karamsad-avb-7205242_19122020171932_1912f_02144_531.jpg)
ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવ્યા ખેડૂત સંમેલન
દેશમાં ચાલી રહેલા સરકારના ખેડૂત બિલ વિરોધી આંદોલનને ૨૦થી વધુ દિવસ વીતી ગયા છે. દિન-પ્રતિદિન આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે ગુજરાતના ખેડૂતોને સરકારના કૃષિ સુધારણા કાયદાને લઈને ભાજપ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ ખાતે ખેડૂત સંમેલનને કાર્યક્રમ થકી આ બિલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં આજે શનિવારે કરમસદ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 4 જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-cm-vijay-rupani-addressed-the-farmers-at-karamsad-avb-7205242_19122020171932_1912f_02144_175.jpg)
400 ખેડૂતો રહ્યા ઉપસ્થિત
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 4 જિલ્લાના ખેડૂતોને કૃષિ કાયદા કાયદા અંગે સમજ પૂરી પાડી હતી, ત્યારે તે મુજબ આણંદના કરમસદ ખાતે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુરના 400થી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કહીં પે નિગાહે કહીં પે નિશાના
આ સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ સરકાર પર સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન વિરોધ પક્ષનું આંદોલન છે. આંદોલનમાં ખેડૂતોને ગેરમાર્ગે દોરી મોદી સરકારને બદનામ કરવાનું વિપક્ષનું કાવતરું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આંદોલનમાં ખેડૂતો છે જ નહીં ખેડૂતોના નામે અરાજકતા ઉભી કરવાનો પ્રયાસ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેથી સમગ્ર દેશમાં સાચી વાત પહોંચાડવા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-and-cm-vijay-rupani-addressed-the-farmers-at-karamsad-avb-7205242_19122020171932_1912f_02144_730.jpg)
ભાજપની કામગીરી
ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોની ઘણા કરતા તેમણે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષ ખેડૂતોના નામે મગરના આંસુ સારે છે. ભાજપે નર્મદાનું પાણી કિસાનો સુધી પહોંચાડયું છે. APMC અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના પાક માટે સરકારે APMCમાં વધારો કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ખેડૂતોને મંદીમાં બાંધી રાખ્યા હતા, જ્યારે ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને તેમનો બહુબલી પાક વેચવા માટે છૂટ આપવામાં આવી રહી છે.