ETV Bharat / state

માતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરતા ખંભાત નગરપાલિકાના ઉપપ્રમુખ - Vice President Vijaysinh Parmar

ખંભાતમાં કોરોનાકાળમાં છેલ્લા એક વર્ષથી મધ્યમવર્ગના લોકોની રોજગારી પર આર્થિક બોજો વધ્યો છે. લોકોની સ્થિતિ કોરોનાના કપરા સમયમાં દયનીય બની છે ત્યારે ખંભાત નગરપાલિકાના ઉપપ્રમુખે રિક્ષાચાલકોની દયનીય સ્થિતિ નિહાળી પોતાની માતાના 75માં જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. ખંભાત શહેરના 400 જેટલા રિક્ષાચાલકોને વિનામૂલ્યે કૂપનો આપી સીએનજી ગેસ ટાંકી ફુલ કરાવી આપતા રીક્ષાચાલકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

માતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરતા ખંભાત નગરપાલિકાના ઉપપ્રમુખ

author img

By

Published : Jun 2, 2021, 3:14 PM IST

  • માતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરતા ખંભાત નગરપાલિકાના ઉપપ્રમુખ
  • ખંભાત નગરપાલિકાના ઉપપ્રમુખે તેમની માતાના 75માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી
  • ખંભાતના 400થી વધુ રિક્ષાચાલકોને વિનામૂલ્યે સીએનજી ગેસ ભરી આપી સેવા કાર્ય કર્યું

    ખંભાતઃ ખંભાત નગરપાલિકાના ઉપપ્રમુખ વિજયસિંહ પરમાર (રાજભા) એ પોતાની માતાના 75માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. હાલમાં કોરોના કાળમાં રિક્ષાચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોઈ તેઓની આર્થિક સ્થિતિ નબળી નિહાળી રાજભાએ રિક્ષાચાલકોને આર્થિક મદદ મળી રહે તે માટે એક દિવસના વપરાશનો ગેસ પોતાના માતાના જન્મદિવસ નિમિતે વિનામૂલ્યે પૂરો પાડી માનવતાની મહેક મહેકાવી છે.
    400 જેટલા રિક્ષાચાલકોને વિનામૂલ્યે કૂપનો આપી સીએનજી ગેસ ટાંકી ફુલ કરાવી આપી

આ પણ વાંચોઃ રાજકોટની ખાનગી હોસ્પિટલને કોરોનાની રસી આપવાની મંજૂરી

મિત્રોના સૂચનથી સારું કાર્ય કરવાનો મોકો મળ્યો

આ અંગે રાજભાએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના કાળમાં દરેક લોકોને સંઘર્ષ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.તેમાંના એક રિક્ષાચાલકો પણ છે. તેમના પરિવારને સૌથી વધું અસર થઈ છે. તેમની સ્થિતિ નિહાળી સારો વિચાર,માર્ગદર્શન અને સારા મિત્રોના સૂચન અનુસાર આ વિચાર આવ્યો. તેને અમલમાં મૂકી શહેરના તમામ રિક્ષાચાલકોને કોઈ પણ ન્યાત ,જાત, જ્ઞાતિ,ધર્મ જોયા વગર કોઈ પણ ધારા ધોરણ રાખ્યા વગર સીએનજી ગેસ ટાંકી ફૂલ કરી આપવાનો નિર્ણય લીધો. સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરી મદદ કરવાનો નિર્ણય મેં લીધો છે. આ ઉમદા સેવાકીય કાર્ય કરવા બદલ તેમજ આર્થિક બોજ હળવો કરવા બદલ રિક્ષાચાલકોએ નગરપાલિકા પ્રમુખ રાજભાનો આભાર માન્યો હતો.

આ પણ વાંચોઃ કાળભૈરવ: શિવનું પૂર્ણ સ્વરૂપ, આજે કાલભૈરવાષ્ટમી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.