આણંદઃ જિલ્લાના ઉમરેઠમાં પોલીસને બેચરી વિસ્તારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીનેે આધારે 5 લાખની વધુનો દારૂ ઝડપ્યો હતો. તેમજ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ચકલસીનો રહેવાસી અને અનેક ગુનામાં સંડોવાયેલો શખ્સ ઉમરેઠ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો હતો.
આ ઘટના અંગે વાત કરતાં આણંદના DYSP બીડી જાડેજાએ જણાવ્યું હતું કે, ઉમરેઠ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, gj7 yz 6703 નંબરનું પીકપ ડાલુ વિદેશી દારૂ ભરી ઉમરેઠ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી નીકળ્યુ હતું, ત્યારે પોલીસે ખાનગી વાહનમાં ઉમરેઠ પાસે આવેલા નવાપુરા ચોકડી ખાતે વોચ ગોઠવી બાતમીમાં જણાવેલા દારૂ ભરેલી પીકપ ડાલું ઝડપી પાડયું હતું. તપાસ કરતા ડ્રાઇવર જયદીપ ઉર્ફે શંભુ વાઘેલા તેની અટકાયત કરી તપાસ કરતાં પીકપની પાછળની બાજુ પ્લાસ્ટિકની તાડપત્રીની આડમાં 95 પેટી (1140 બોટલ) વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે જયદીપની અટકાયત કરી પ્રોહિબીશનની વિવિધ કલમો હેઠળ અટકાયત કરી કુલ 5,70,000નો દારૂ તથા 4 લાખનો પીકપ ટ્રક તથા 2500 નો મોબાઈલ મડી કુલ 9,72,500 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, જયદીપ ઉર્ફે શંભુ વાઘેલા અગાવ પણ 3 જેટલા ગુનામાં સંડોવાયેલો છે અને ચકલાસી પોલીસ સ્ટેશનમાં 2020ના ગુનામાં પણ વોન્ટેડ છે, ત્યારે આ બુટલેગરને ઉમરેઠ પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.