શ્રી જે. ડી. શાહ હાયર સ્કૂલના બે વિદ્યાર્થીઓની સફળતા
વિધાર્થી શેખ મો. અદનાને JEE મેઇન્સમાં જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું
વિધાર્થીની શેખ રૂસનાએ NTAમાં 91.46 સ્કોર સાથે જિલ્લામાં ટોપ ટેનમાં આવી
આણંદ : ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી જે. ડી. શાહ હાયર સેકન્ડરી સાયન્સ સ્કૂલના વિધાર્થી શેખ મો. અદનાને જિલ્લામાં મેળવ્યું પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત શાળાની વિધાર્થીની શેખ રૂસનાએ 91.46 NTA સ્કોર સાથે જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે.
JEE મેઇન્સમાં ટોપર્સ બનવામાંશાળાનું મહત્વ
શેખ મો.અદનાને જણાવ્યુ હતું કે, "JEE મેઇન્સમાં ટોપર્સ બનવામાં મારી શાળા જે. ડી. શાહ હાયર સેકન્ડરી સાયન્સ સ્કુલનું અને કોચિંગનું વિશેષ મહત્વ છે. કેમેસ્ટ્રી અઘરો વિષય લાગતો હતો. પરંતુ, અઘરા ટોપીક ઇન ઓર્ગેનિક્સ કેમેસ્ટ્રી ઉપર ફોકસ કરી સતત મહેનત કરતો હતો. હું દિવસના 8થી 10 કલાક અભ્યાસ કરતો હતો. વાંચવા માટે રાતનો સમય વધુ પસંદ કરતો હતો. ભણવા સિવાય ક્રિકેટમાં વિશેષ રસ છે. ભવિષ્યમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં આગળ વધવા માંગુ છું. વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, પરીક્ષાને સ્ટ્રેસ સ્વરૂપે ન લેશો પંરતુ પરીક્ષાને એન્જોય કરશો."
આ પણ વાંચો : ખંભાતના વિદ્યાર્થીએ એમટેકમાં ગોલ્ડ મેડલ મેળવી ભાલ પંથકનું ગૌરવ વધાર્યું
દિવસના 10 કલાક મહેનત કરતી હતી
સંસ્થામાં દ્વિતીય સ્થાન મેળવનાર શેખ રૂસનાએ જણાવ્યુ હતું કે, 'હું દિવસના 10 કલાક મહેનત કરતી હતી. હું પહેલા ધોરણથી જે.ડી.શાહ સંલગ્ન સ્કુલમાં અભ્યાસ કરું છું. શાળામાં પ્રારંભથી જે ઉત્તમ શિક્ષણ મળતું હોય અને સમયાંતરે ડાઉટ્સ ક્લિયર કરાતા હોય, વિધાર્થીઓ સરળતાથી વધુ સારું પરિણામ મેળવી શકે છે. હું પણ ભવિષ્યમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં આગળ વધવા માંગુ છું.તેણીએ સંદેશ આપતાં જણાવ્યુ હતું કે, વિધાર્થીઓએ શિક્ષણકાળ દરમિયાન મોબાઈલથી દૂર રહેવું. મેં 12માં ધોરણ સુધી ક્યારેય સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવ્યું નથી.
આ પણ વાંચો : ખંભાતમાં રિક્ષા ચાલકની પુત્રીએ ગોલ્ડ મેડલ જીતી સફળતા હાંસલ કરી
સંસ્થાના મંત્રી અને આચાર્યએ શુભેચ્છા પાઠવી હતી
સંસ્થાના મંત્રી હેમેન્દ્રભાઇ શાહ અને આચાર્ય મંજરીબેન ગોરડીયાએ બંન્ને વિધાર્થીઓને ઉત્તમ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આવનાર દિવસોમાં સંસ્થા તેમજ શહેરનું નામ રોશન કરે તે માટે શુભેચ્છા પાઠવી હતી.