આણંદ: જિલ્લાના મોગરના ખેડૂતે વર્ષ 2010માં ખરીદેલી જમીનના વિવાદમાં ગુનો દાખલ નહીં કરવા માટે પોલીસે રૂપિયા 2.5 લાખની લાંચની માંગણી કરી હતી. જે અંગે LCBએ છટકું ગોઠવી વાસદના PSIના રાઈટર અને જમાદારને ઝડપી પાડીને લાંચની માગણીનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બન્ને આરોપીઓને લાંચના છટકાનો અણસાર આવી જતાં તેમણે પૈસા સ્વીકાર્યા નહોતા. પરંતુ LCBએ કાર સાથે આરોપીઓને ઝડપી પાડીને તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ કર્મચારીઓએ કરી લાંચની માંગણી, LCBએ છટકું ગોઠવતા નાણાં ન સ્વીકાર્યા
આણંદ જિલ્લાના મોગરના ખેડૂતને જમીનની તકરારમાં ગુનો નહીં નોંધવા માટે પોલીસે લાંચની માંગણી કરી હતી. અમદાવાદ LCBએ લાંચીયા પોલીસને પકડવા વાસદ ચોકડી બ્રીજ પાસે છટકું ગોઠવ્યું હતું. જો કે, PSIના રાઈટર સંજયભાઈ ડામોર અને જમાદાર રણછોડભાઈને છટકાનો ખ્યાલ આવી જતાં પૈસા લીધા નહોતા.
આણંદ એલસીબી
આણંદ: જિલ્લાના મોગરના ખેડૂતે વર્ષ 2010માં ખરીદેલી જમીનના વિવાદમાં ગુનો દાખલ નહીં કરવા માટે પોલીસે રૂપિયા 2.5 લાખની લાંચની માંગણી કરી હતી. જે અંગે LCBએ છટકું ગોઠવી વાસદના PSIના રાઈટર અને જમાદારને ઝડપી પાડીને લાંચની માગણીનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બન્ને આરોપીઓને લાંચના છટકાનો અણસાર આવી જતાં તેમણે પૈસા સ્વીકાર્યા નહોતા. પરંતુ LCBએ કાર સાથે આરોપીઓને ઝડપી પાડીને તેમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Intro:મોગરના એક ખેડૂતને જમીનની તકરારમાં થયેલી અરજીમાં ગુનો નહીં દાખલ કરવા માટે લાંચની માંગણી કરી હતી .વાસદ ચોકડીએ બ્રીજ પાસે અમદાવાદ એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યુ હતું પરંતુ પીએસઆઈના રાઈટર સંજયભાઈ ડામોર અને જમાદાર રણછોડભાઈને ગંધ આવી જતાં પૈસા લીધા નહોતા.Body:પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નજીક આવેલા મોગરના એક ખેડૂતે સને ૨૦૧૦માં ખરીદેલી એક જમીનના વિવાદમાં ગુનો દાખલ નહીં કરવા માટે અઢી લાખની લાંચની માંગણી કરનાર વાસદના પીએસઆઈના રાઈટર અને જમાદારને અમદાવાદ એસબીએ ઝડપી પાડીને લાંચની માંગણીનો કેસ દાખલ કરીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે. બન્ને આરોપીઓને લાંચના છટકાની ગંધ આવી જતાં તેઓએ પૈસા સ્વીકાર્યા નહોતા પરંતુ એસીબી પોલીસે કાર સાથે ઝડપી પાડીને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર મોગર ગામે રહેતા એક ખેડૂતે સને ૨૦૧૦માં એક ગામની સીમમાં આવેલી એક જમીન ખરીદી હતી. જે અંગે તકરાર ચાલતી હોય સામા પક્ષે તેમના વિરૂદ્ઘ વાસદ પોલીસ મથકમાં અરજી કરી હતી. જે અરજી સંદર્ભે ગુનો દાખલ નહી કરીને અરજી ફાઈલ કરવા માટે પીએસઆઈના રાયટર સંજયભાઈ રંગીતસિંહ ડામોરે ચાર લાખની માંગણી કરી હતી. જો કે રકઝકના અંતે અઢી લાખમાં સોદો નક્કી થયો હતો. ખેડૂતને આ લાંચની રકમ આપવી ના હોય તેઓએ અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો અને સઘળી હકીકતથી વાકેફ કર્યા હતા. જેને લઈને આજે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જે અનુસાર સાંજના સુમારે ખેડૂતને લાંચની રકમ લઈને વાસદ ચોકડીએ આવેલા બ્રીજ પાસે બોલાવ્યા હતા. ખેડૂત એસીબી પીઆઈ આર. જી. ચૌધરી અને સ્ટાફના જવાનો સાથે વાસદ બ્રીજ પાસે પહોચ્યા હતા. જ્યાં સંજયભાઈ અને રણછોડભાઈ સ્વીફ્ટ કાર નંબર જીજે-૧૮, બીએફ-૫૬૦૬ની લઈને આવી ચઢ્યા હતા. જો કે બન્નેને એસીબીની ટ્રેપની ગંધ આવી જતાં તેઓએ લાંચની રકમ સ્વીકારી નહોતી. દરમિયાન છટકામાં ગોઠવાયેલા એસીબીના અધિકારીઓ અને કર્મચારીઓએ ત્રાટકીને બન્નેને કાર સાથે ઝડપી પાડ્યા હતા અને આણંદ એસીબી પોલીસ મથકે લાવીને તેઓની વિરૂધ્ધ લાંચની માંગણીનો કેસ દાખલ કરીને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.Conclusion:સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મોગરના એક ખેડૂત પાસેથી જમીનની તકરારમાં અઢી લાખની લાંચની માંગણી કરવાના કેસમાં પકડાયેલા વાસદના બે પોલીસ જવાનોના એમટી પોલીસ લાઈન સ્થિત ઘરોએ આણંદ એસીબીની ટીમ દ્વારા દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જો કે સર્ચ દરમ્યાન કાંઈ વિશેષ નહી મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.