ETV Bharat / state

આણંદના ઉદેલ ગામમાં અંગત અદાવતમાં બેની હત્યા, એક ગંભીર - આણંદ

આણંદ: જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલ ઉદેલ ગામે આર્થિક લેતી-દેતી બાબતે થયેલ હુમલામાં પાંચ જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાંથી બે વ્યક્તિના સારવાર દરમિયાન મૃત્યું થયા છે. આ ઘટનાને લઇ ગામમાં સન્નાટો પ્રસરી ગયો છે અને હાલ સમગ્ર જિલ્લાની પોલીસનો કાફલો ઉંદેલ ગામમાં ખડકી દેવામાં આવ્યો છે.

anand news
author img

By

Published : Aug 26, 2019, 2:16 AM IST

માહિતી પ્રમાણે, ઉંદેલ ગામના બસ સ્ટેન્ડ પાસે રવિવારે બપોરે અમુક વ્યક્તિઓ વચ્ચે નાણાકીય વ્યવહારને લઇ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલો અચાનક ઉગ્ર સ્વરુપ ધારણ કરતા કેટલાક ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે સામા પક્ષના વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરી દેતા સામાન્ય બોલાચાલી અચાનક હિંસક અથડામણમાં ફેરવાઇ ગઇ હતી. બંને પક્ષ વચ્ચે થયેલ ઘાતક હથિયારોની મારામારીમાં પાંચ જેટલા વ્યક્તિઓને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન બે વ્યક્તિઓના મોત થયા હતા.

આણંદના ઉદેલ ગામમાં અંગત અદાવતમાં બેની હત્યા, એક ગંભીર

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ઘાયલોના પરિવારજનો થઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિકોના ટોળેટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. અચાનક જ નાનકડા ગામમાં થયેલ હિંસક મારામારીના કારણે સમગ્ર ગામમાં સન્નાટો પ્રસરી ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતા તથા કોઈ અન્ય અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે રેન્જ આઇજી કક્ષાના અધિકારી સહિત જિલ્લાનો પોલીસ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો છે.

આ હિંસક ઘટનામાં ભોગ બનનાર સોહેલ જસુભા ચાવડા (ઉં.વ. 19), મોસીન મલીક (ઉં.વ. 25) ને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા છે. તથા રિજુ ચાવડા ઉર્ફે સાગરભાઇને વધુ સારવાર માટે વડોદરાની સ્ટર્લીંગ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ ઘટનામાં ફરિયાદ દાખલ કરી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

સાથે જ ગામમાં પણ શાંતિનો માહોલ બની રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લાના ત્રણ DY.sp, LCB, SOG સહિત આસપાસના પોલીસ સ્ટેશનના PSI અને પોલીસ જવાનોને ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોઠવી દેવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા રેન્જ આઈજી આઇ.કે.જાડેજા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એ ગામની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

Intro:આણંદ જિલ્લાના ખંભાત તાલુકા માં આવેલ ઉદેલ ગામે આર્થિક લેતી-દેતી બાબતે થયેલ હુમલામાં પાંચ જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી જેમાંથી બે વ્યક્તિઓના સમાન દરમિયાન મોત નીપજ્યા છે આ ઘટનાને લઇ ગામમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે અને હાલ સમગ્ર જિલ્લાની પોલીસ નો કાફલો ઉંદેલ ગામ માં ખડકી દેવામાં આવ્યો છે

Body:પ્રાપ્ત માહિતી અનુસાર ઉંદેલ ગામના બસ સ્ટેન્ડ પાસે રવિવારના બપોરના સુમારે અમુક વ્યક્તિઓ વચ્ચે નાણાકીય વ્યવહાર ને લઇ ઉગ્ર બોલાચાલી થતી હતી જે મામલો અચાનક ઘરમાં જતા કેટલાક ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયારો સાથે આવી અને સામા પક્ષ વાળા વ્યક્તિઓ પર અચાનક જીવલેણ હુમલો કરી દેતા સામાન્ય બોલાચાલી અચાનક હિંસક અથડામણમાં ફેરવાઇ ગઇ હતી બંને પક્ષો વચ્ચે થયેલ ઘાતક હથિયારોની મારામારી સાથે હુમલો કરવા આવી ચઢેલ વ્યક્તિઓ દ્વારા અચાનક જ હુમલો કરી પાંચ જેટલા વ્યક્તિઓને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેમાં સારવાર દરમિયાન બે વ્યક્તિઓના ઘટના સ્થળે પહોંચેલ ઈજાઓના કારણે કરૂણ મોત નિપજ્યા હતા.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે સમયે ઘટનાની જાણ થતાં પરિવારજનો તથા મોટી સંખ્યામાં સ્થાનિકોના ટોળેટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા અચાનક જ નાનકડા ગામમાં થયેલ હિંસક મારામારીના કારણે સમગ્ર ગામમાં એક સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો ઘટનાની ઘટનાની ગંભીરતા જોતા તથા કોઈ અન્ય અનિચ્છનીય બનાવ ન બને તેવા તકેદારીના ભાગરૂપે રેન્જ આઇજી કક્ષાના અધિકારી સહિત જિલ્લાના સમગ્ર પોલીસ કાફલો ગામ માં ખડકી દેવામાં આવ્યો છે.

આ ઘટનામાં ભોગ બનનાર સોહેલ જસુભા ચાવડા ઉંમર વર્ષ 19 અને મોસીન મલીક ઉંમર આશરે વર્ષ 25 ને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા તથા રિજુ ભાઈ ચાવડા ઉર્ફે સાગરભાઇ ને વધુ સારવાર માટે વડોદરાની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા આ ઘટનામાં ફરિયાદ દાખલ કરી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે તથા સાથે સાથે ગામમાં પણ શાંતિનો માહોલ બની રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Conclusion:રવિવારના બપોરના અચાનક બનેલ હિંસક મારામારીની ઘટના એ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે ત્યારે પરિસ્થિતિ પર કાબુ મેળવવા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લાના ત્રણ dysp, એલસીબી, એસઓજી, સહિત આસપાસના પોલીસ મથક ના psi અને પોલીસ જવાનો ને ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે.ઘટના ની ગંભીરતા જોતા રેન્જ આઈજી આઇ.કે.જાડેજા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એ ગામ ની પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી પોલીસ દ્વારા હાલ સમગ્ર ઘટના ની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જ્યારે ગામમાં ભારેલો અગ્નિ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગુનેગારોની અટકાયત કરવા માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યા છે જે માટે અલગ અલગ ટીમો બનાવી તેમને કામે લગાડી દેવાયા છે.

બાઈટ: સાકીરભાઈ (સ્થાનિક)
બાઈટ: મનુભાઈ (સ્થાનિક)

બાઈટ : રીમાં મુનશી (dysp ખંભાત)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.