- વાસદ પોલીસે 73500ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
- કાર સહિત કુલ 3,79,500નો મુદ્દામાલ જપ્ત
- મેડિકલ તપાસ બાદ આરોપીની ધરપકડ
આણંદ : વાસદ પોલીસને બાતમી મળી હતી કે, સુરત તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો સૌરાષ્ટ્ર તરફ જનાર છે. જેના આધારે પોલીસની ટીમ વાસદ ચોકડીએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. તે દરમ્યાન એક ખાનગી કાર આવી ચઢતાં પોલીસે તેને અટકાવી હતી અને તપાસ કરતા કારમાંથી કુલ 73500ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે પકડાયેલા બન્ને શખ્સોના નામ પૂછતા તેઓ ભાવનગર ખાતે રહેતા ઋષિરાજ નિરંજનભાઈ બારોટ અને દેવાંગ દિપકભાઈ પંડ્યા હોવાનું ખુલવા પામ્યું હતુ. તેઓની મેડિકલ તપાસ કરાવ્યા બાદ વિધિવત ધરપકડ કરવામાં આવશે. તેમની પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો ફણસા ગામેથી ઉંમર સિંધી નામના શખ્સે આપ્યો હતો અને સૌરાષ્ટ્ર તરફ લઈ જવામાં આવનાર હતો. જેમાં પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ તેમજ કાર સહિત કુલ 3,79,500નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.