આણંદઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ફાસ્ટેગને ફરજીયાત કર્યા બાદ આણંદ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ NH-48 પર આવેલા વાસદ ટોલ નાકા પર નાગરિકો માટે સુવિધા સાથે દુવિધા જેવી સ્થિતિનું સર્જન થયું છે.
વાસદ ટોલથી પસાર થતા વાહનો માટે મહત્તમ બુથ ફાસ્ટેગ ટોલ બુથ રાખવામાં આવ્યાં છે. જ્યારે માત્ર બે બુથ રોકડ વહેવાર કરી શકાય તે રીતે રાખવામાં આવ્યા છે, જેથી ફાસ્ટેગ વગરના વાહન ચાલકો માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા ફરજ પડે છે. આણંદમાં આવેલા વાસદ ટોલ બુથ પર રોકડના બુથ સિવાયના ફાસ્ટેગ રો માંથી પસાર થવા ટેગ ન હોય તેવા સાધનો પાસેથી રોકડ સ્વરૂપે બમણો ચાર્જ વસૂલાત કરવામાં આવે છે, જે મુસાફરો માટે મુશ્કેલી ઉભી કરે છે.
ફાસ્ટેગની ભાંજગડ: જાણો શું છે વાસદ ટોલની પરિસ્થિતિ? - વાસદ ટોલની પરિસ્થિતિ
સરકાર દ્વારા રાજ્યમાં ડિસેમ્બર માસથી ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે, આ સાથે જ નાગરિકો દ્વારા ફાસ્ટેગનો ઉપયોગ સરળતાથી કરી શકે તે માટે એક ડિજિટલ માળખાની પણ રચના કરવામાં આવી છે, ત્યારે આણંદ જિલ્લામાંથી પસાર થતા દેશના ધોરી નશ સમાં નેશનલ હાઇવે નંબર-48 પર આવેલ વાસદ ટોલ પર ફાસ્ટેગની વર્તમાન પરિસ્થિતિ વિશે જાણીએ.