ETV Bharat / state

ખંભાતમાં તૌકતે વાવાઝોડાની અસર: 100 કિમીની ઝડપે પવન ફૂંકાયા, શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો - ખંભાતના સમાચાર

ખંભાતમાં તૌકતે વાવાઝોડાને પગલે17મી તારીખના રાતથી ખંભાતમાં પવન સાથે વરસાદી ઝાપટા પડયા હતા. આખી રાત વરસાદ બાદ બીજે દિવસે સવારથી વરસાદ વંટોળ સાથે જોવા મળ્યો હતો. આજે મંગળવારે બપોરે તૌકતે વાવઝોડું 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા મોટા પ્રમાણમાં કાચા પાકા મકાનો, વૃક્ષો, ખેતીવાડી, વીજપોલ ધરાશયી થઈ અનેક વીજળીની લાઈનોને નુકસાન થયું છે. પંથકમાં 6 ઇંચથી વધુ ધોધમાર વરસાદ અને પવનોને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થયાં છે. વીજપુરવઠો ખોરવાયો હોઈ જનજીવન પ્રભાવિત બન્યું હતું.

ખંભાતમાં તૌકતે વાવાઝોડાની અસર: 100 કિમીની ઝડપે પવન ફૂંકાયા, શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

author img

By

Published : May 19, 2021, 5:59 AM IST

  • ખંભાતમાં મંગળવાર બપોર બાદ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
  • શહેરમાં 6 ઇંચથી વધુ ધોધમાર વરસાદ ખબક્યો
  • ઠેર ઠેર વૃક્ષો ધરાશયી,વીજપુરવઠો ખોરવાયો

આણંદઃ તૌકતે વાવાઝોડાને કારણે ખંભાતના ભાલ, ચરોતર તેમજ કાંઠાગાળાના અનેક ગામોમા વૃક્ષો ધરાશયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ઉપરાંત શહેરમાં સાંજથી વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયાં હતા. પરામાં મીઠા પાટ ખાતે પરબડી ધરાશયી થઈ હતી. મોટા પ્રમાણમાં ખેતીવાડીને પણ નુકશાન થયું છે. શહેરના પાણિયારી વાડી ફળિયામાં વીજ પોલ ધરાશયી થતાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. રાધારીમાં પણ વીજલાઈન ઉપર લીમડો ધરાશયી થયા બાદ વીજ પુરવઠો ચાલુ હોવાથી અફડાતફડી મચી ગઇ હતી. ખંભાતમાં વહેલી સવારથી જ વીજળી ગૂલ થઈ ગઈ હતી. દરિયાકાંઠે 14 ફૂટ ઊંચા મોજા ઉઠયા હતા. રાલેજ, નગરા, ધુવારણ, ગામમાં તેમજ પરા વિસ્તારમાં મકાનના છાપરા ઉડી જવાની તેમજ વૃક્ષો પડી જવાની ઘટના બનવા પામી હતી.

ખંભાતમાં મંગળવાર બપોર બાદ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

આ પણ વાંચોઃ જલાલપોરના દીવાદાંડી-માછીવાડ ગામે છ ગાળાનું મકાન તૂટી પડ્યુ

130થી વધુ વૃક્ષો ધરાશયી થયા

ધુવારણ ખંભાત રોડ પર ડાલી ચોકડી પાસે ઝાડ પડવાથી રસ્તો બંધ થઈ ગયો હતો. પંથકમાં 130થી વધુ વૃક્ષો ધરાશયી થયા છે. ઉપરાંત ઠેર ઠેર 60થી વધુ કાચાં પાકા મકાનોને નુકશાન થયું છે. ભાલ પંથકમાં પણ 60થી વધુ વૃક્ષો ધરાશયી થવાની અને કાચા મકાનોને નુકસાનની ઘટના બની છે.

વીજ પૂરવઠો ખોરવાયો

ખંભાત સહિતના ભાલ, ચરોતર તેમજ કાંઠાગાળાના અનેક ગામોમાં અને વૃક્ષો ધરાશાયી થયા હતા જેને લઇ જનજીવન ખોરવાયું હતું અને વીજ પોલ તૂટી પડ્યા હતા તેમજ અનેક જીવંત વાયરો તૂટી પડતા તાત્કાલિક ખંભાતમાં વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત અનેક મકાનોના છાપરા ઉપર ઉડયા હતા અનેક વૃક્ષો શહેરથી ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો ઉપર તૂટી પડતા NDRFની ટીમ દ્વારા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી વરસાદ સાથે સો કિલોમીટર પ્રતિ ઝડપે ફૂંકાતા પવનને કારણે ખેતીના પાકને પણ વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે.

શહેરમાં 6 ઇંચથી વધુ ધોધમાર વરસાદ ખબક્યો
શહેરમાં 6 ઇંચથી વધુ ધોધમાર વરસાદ ખબક્યો

ખેડૂતોના પાકને નુકસાન

આ અંગે ખેડૂત અગ્રણી અરવિંદભાઈ પટેલના જણાવ્યા મુજબ ખંભાત પંથકમાં તમાકુ, સરગવો તેમજ શાકભાજીને પણ ખૂબ જ નુકસાન થયું છે. ખેતીમાં લાખો રૂપિયાનું નુકસાન નોંધાયું છે. એક તરફ કોરોનાને કારણે ધંધામાં મંદી અને બીજી તરફ લાખો રૂપિયાનો ખેતીનો ઉભો પાકને નુકસાન થતાં લોકોને બન્ને બાજુથી રડવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે તૌકતે વાવાઝોડાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી

વૃક્ષો તથા વીજપોલ હટાવવાની કામગીરી હાથ ધરાઇ

ખંભાતમાં સો કિલોમીટરથી વધુ ઝડપે પવન સાથે વરસાદ શરૂ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા તેમજ તાત્કાલિક ધોરણે લોકોને ખસેડવામાં આવ્યા હતા. દરિયા કિનારાના આસપાસના વિસ્તારના લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. ખંભાતના ધુવારણ તેમજ રાજપુર રાલજ ખાતે NDRFની ટીમ તૈનાત કરાઇ હતી અને મોટા વૃક્ષો તથા વીજપોલ હટાવવાની કામગીરી NDRFની ટીમો હાલમાં પુરજોશમાં કરી રહી છે.

ઠેર ઠેર વૃક્ષો ધરાશયી,વીજપુરવઠો ખોરવાયો
ઠેર ઠેર વૃક્ષો ધરાશયી,વીજપુરવઠો ખોરવાયો

500 ફરિયાદો મળી

વધુમાં ગઇકાલ તેમજ આજરોજ વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો થાંભલા ધરાશાહી થયેલા જેના પગલે અત્રેની કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા થાંભલા ઉભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અન્ય ચાર જગ્યાએ ખંભાત શહેરમાં ઝાડ પડવાથી તૂટેલા વાયરને સાંધી પાવર ચાલુ કર્યો છે. આ અંગે ઇજનેર આર. ડી. શાહે જણાવ્યું હતું 500 જેટલી ફરિયાદો મળી છે. જે ફરિયાદોને અનુસંધાને તેમની ટીમો આ અંગે કામગીરી કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.