- આણંદમાં 22 જેટલા કેસ ફક્ત માર્ચ અને એપ્રિલ મહિનામાં સામે આવ્યા
- ઉનાળાની સિઝનમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો
- 22માંથી ત્રણ ઘટનાઓમાં આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
આણંદ : આગની ઘટનામાં લોકોના જીવને બચાવવાની કામગીરી તથા લાગેલી આગને કાબૂમાં લઇ બને તેટલું ઓછું નુકસાન પહોંચે તે રીતે ફાયર વિભાગ પ્રયત્નશીલ રહેતુ હોય છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 22 જેટલા કેસ ફક્ત માર્ચ અને એપ્રિલ મહિનામાં સામે આવી ચૂક્યા છે.
આ પણ વાંચો : દિલ્હીની કોવિડ હોસ્પિટલમાં આગ, કોરોનાના 17 સહિત 26 દર્દીઓને બચાવાયા
આણંદ જિલ્લામાં બે માસમાં બે મોટી આગ લાગી હતી
આણંદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર ધર્મેશ ગોરના જણાવ્યા પ્રમાણે, આણંદ જિલ્લામાં બે માસમાં મોટી લાગેલી આગમાં આણંદ પાસે વિદ્યાનગર GIDCની ગંગા એન્જિનિયરિંગ, પીપલજ ગામ પાસે આવેલ લાકડાના સૌ મિલમાં લાગેલી આગ, તથા તારાપુર પાસે ખેતરમાં લાગેલી આગ ખુબ જ જહેમત પછી કાબૂમાં લેવામાં આવી હતી. આ ત્રણેય આગના બનાવમાં ખૂબ મોટું નુકસાન સામે વાળા ભોગ બનનારાને થયું હોવાનું ધર્મેશ ગોરે જણાવ્યું હતું.
ઔદ્યોગિક એકમોમાં મુખ્યત્વે આગ લાગવા પાછળ વાયરિંગમાં સોર્ટસર્કિટ જવાબદાર
આગ લાગવા અંગેના કારણો અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય પરિસ્થિતિમાં આગ લાગવા પાછળ ઉનાળાનું સુંકૂ વાતાવરણ જવાબદાર હોય છે. ઔદ્યોગિક એકમોમાં મુખ્યત્વે આગ લાગવા પાછળ વાયરિંગમાં સોર્ટસર્કિટ જવાબદાર હોય છે. સામાન્ય રીતે સરકારના નિયમો મૂજબ જો દરેક યુનિટ ફાયર વિભાગના નિયમો અનુસારની માળખાકીય સુવિધાઓ ઉભી કરી દે તો આકસ્મિક સમયે મોટી નુકશાનીથી બચી શકે છે. જ્યારે કોઈ મોટા કારખાન કે ફેક્ટરીમાં આગની ઘટના બને છે. ત્યારે જો ત્યાં ફાયર ફાઇટરને પાણી ભરવાની સુવિધા ઉપલબ્ધ રહે તો આગ બૂઝવવાના ઓપરેશન માં ખૂબ મદદ ઉભી થઇ શકે છે.