- આણંદની ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓએ ઉજવી ધૂળેટી
- હોસ્પિટલના સ્ટાફે અને દર્દીઓએ એકબીજાને લગાવ્યા રંગ
- દર્દીઓને મનોબળ પૂરું પાડવા ડોક્ટરની લોકોને અપીલ
આ પણ વાંચોઃ હોળી ધૂળેટી પર્વને કોરોનાનું ગ્રહણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી
આણંદઃ જિલ્લાના એક ખાનગી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત 30થી 35 દર્દીઓ દાખલ છે. ત્યારે ધૂળેટીના દિવસે હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ એકબીજા પર રંગ ઉડાડી ધૂળેટી રમ્યા હતા. હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર તનુજ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી સમાજમાં એક ભયનો માહોલ ઊભો થયો છે. જેના કારણે ઘણા કિસ્સામાં સંક્રમિત દર્દીઓને સમાજમાં એક અલગ પ્રકારનું વર્તન લોકો પાસેથી સહન કરવું પડે છે ત્યારે તેમની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને તહેવારનો આનંદ આપીને ખુશીઓના રંગે રંગી દર્દીઓમાં એક નવી ઊર્જાનો સંચય કર્યો હતો.
આ પણ વાંચોઃ વાપીમાં કોરોના ગાઈડલાઈન સાથે કરાઈ ધુળેટીની ઉજવણી
કોરોનાની બીમારી અડવાથી ફેલાતી નથીઃ ડોક્ટર
હોસ્પિટલના ડોક્ટર હાર્દિક મોદીએ પણ દર્દીઓને મનોબળ પૂરું પાડવા માટે અપીલ કરી હતી અને આ બીમારી ચોક્કસ પ્રકારના સંક્રમણથી ફેલાય છે. અડવાથી આ બીમારી ફેલાતી નથી તેમ પણ જણાવ્યું હતું.