- કોરોનાકાળમાં તમામ ધંધાઓ બંધ
- સિક્યોરિટી ગાર્ડના ધંધાની પણ કમર ભાંગી
- સિક્યોરિટી પોઈન્ટ્સ ઘટવાથી ગાર્ડ બન્યા બેરોજગાર
આંણદ: સિક્યુરિટી એ કોઈપણ વ્યક્તિ કે વ્યવસાય માટે અતિ મદદરૂપ ભૂમિકા નિભાવી ને સમાજ માં લોકો સામે ખતરા ને ઘટાડવા માં મદદ કરે છે,કોરોના મહામારી (Corona epidemic) માં હજારો વ્યવસાય મંદી ની ઝપેટમાં આવી જવા પામ્યા છે જેની અસર વ્યવશાયકારો કોસ્ટ કટિંગ કરી સરભર કરતા નજરે ચડી રહ્યા છે, સામાન્ય સ્થિતિ માં કોઈપણ સંસ્થા ની બહાર ઉભા રહેલા સિક્યુરિટી ગાર્ડ ની રોજગારી પર કોરોનાએ ગંભીર અસર છોડી છે.
આડકતી અસર
મોટા ભાગે મોલ, રેસ્ટોરન્ટ અને મોટી બિલ્ડીગ, કંપનીઓમાં સિક્યોરીટી ગાર્ડ આપણને જોવા મળે છે. કોરોના કાળમાં તમામ ધંધાઓ બંધ હોવાના કારણે આ વ્યવસાય પર પણ આડકતરી રીતે અસર પડી છે. આણંદ જિલ્લામાં સિક્યુરિટી ગાર્ડ ના વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી આપવાના વ્યવસાય સાથે જોડાયેલા ઘણા વહેપારીઓની ETV Bharat દ્વારા મુલાકાત કરવામાં આવી હતી જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
સિક્યોરીટી ગાર્ડના પાઈન્ટ ઘટ્યા
વર્ષ 2009 થી સિક્યુરિટી ના વ્યવસાય સાથે જોડાયેલા અફસર ખાન દીવાન સાથે થયેલી વાતચીતમાં તેમને જણાવ્યું હતુ કે, કોરોનાકાળમાં તે ખૂબ મોટા આર્થિક સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે. બજારમાં આવેલી મંદીના કારણે સિક્યુરિટી ગાર્ડના પોઇન્ટ ઘટી રહ્યા છે જેના કારણે કંપનીના ગાર્ડ બે રોજગાર બની રહ્યા છે. કંપની સાથે જોડાયેલા હોવાથી તેમને મહિને પગાર આપવો પડે છે તેમ છતાં તેમની પાસે પોઈન્ટ ઘટી જવાથી આર્થિક ભારણ વધી ગયું છે.
આ પણ વાંચો : 7 એપ્રિલથી સાંજના 5 કલાક બાદ પાટણમાં વેપાર બંધ કરવાનો સ્વૈચ્છિક નિર્ણય
આધુનિક ટેકનોલોજી વિકલ્પ
લોકો પણ મંદી ના કારણે અન્ય વિકલ્પો જેવાકે CCTV સેન્સર એલાર્મ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો પર નિર્ભર બનતા થયા છે જેની સીધી અસર સિક્યુરિટી ગાર્ડની નોકરી પર જોવા મળે છે. લોકડાઉન અને સંક્રમણની બીકે લોકો ઘરમાં વધુ રહે છે જેના કારણે સોસાયટીમાં અને વ્યક્તિગત ઘરના સિક્યુરિટીના ઓર્ડર બંધ થઈ ગયા છે જેના કારણે 30 થી 40 ટકા જેટલું નુકસાન વેઠવાનો સમય જોવો પડ્યો છે.
ઘરે બેઠા આપવો પડે છે પગાર
છેલ્લા 15 વર્ષ થી સિક્યુરિટી વ્યવસાય સાથે જોડાયેલા સંતરામસિંહ રાજપુતે જણાવ્યું હતુંકે કોરોના અને લોકડાઉનના કારણે માણસો કામ પર સમય સર પહોંચી નથી શકતા, સાથે સરકારી નિયમો અને કોરોના સંક્રમણના ભયના કારણે ગ્રાહકો પણ કોરોના રિપોર્ટની માંગ કરે છે, જે અંગે વધારા નું આર્થિક ભારણ કંપની એ ઉઠાવવું પડે છે. હાલના સમયમાં શાળાઓ બંધ છે, મોલ, જિમ, રેસ્ટોરન્ટ, હોટેલ, રિસોર્ટ, વોટરપાર્ક, બગીચા,કારખાના વગેરે બંધ છે જ્યાં સિક્યુરિટીના માણસોને ઓછા કરી દીધા છે. જેના કારણે ઘણા લોકોની રોજી છીનવાઈ ગઈ છે સાથેજ આ સ્થિતિમાં સંસ્થા સાથે જોડાયેલા માણસોને ઘરે બેઠા પગાર આપવો પડે છે.
આ પણ વાંચો : મોરબીમાં કોરોનાની અસર સિરામિક ઉદ્યોગ પર જોવા મળી, 90 જેટલા યુનિટો બંધ
પગાર ટ્રાન્સપોર્ટમાં જાય છે
અન્ય એક ખાનગી સુરક્ષા સંસ્થા સાથે જોડાયેલા રામવિલાસ ગુર્જરે જણાવ્યું હતું કે કોરોના એ તેમના વ્યવસાયની કમર તોડી નાખી છે, એક સિક્યુરિટી ગાર્ડને મળતું વેતન તેટલું જ છે તેની સામે ખર્ચ ખૂબ વધી ગયા છે,સામાન્ય દિવસોમાં 200 રૂપિયામાં અપડાઉન કરતા ગાર્ડને આજે પગારનો મોટો હિસ્સો ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ કરવો પડી રહ્યો છે.જે સિક્યુરિટીના કામ સાથે જોડાયેલા લોકો ને પોસાય તેમ નથી,ઘણા કિસ્સામાં ગાર્ડ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થી આવતા હોય છે જેમને લોકડાઉન અને કોરોનામાં યોગ્ય ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ન મળતા તે મુસીબતમાં મુકાય છે.