ETV Bharat / state

આણંદ જિલ્લામાં સોમવારથી APL-1 કાર્ડધારકોને રાશન વિતરણ કરવામાં આવશે - કોરોનાવાઈરસ ન્યૂજ

આણંદ જિલ્લાના APL-1 કાર્ડધારકોને 13 એપ્રિલથી કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો મીઠાનું વિતરણ કરવામાં આવશે.

Anand news
Anand news
author img

By

Published : Apr 12, 2020, 9:41 PM IST

આણંદ: આણંદ જિલ્લાના APL-1 કાર્ડધારકોને 13 એપ્રિલથી કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો મીઠાનું વિતરણ કરવામાં આવશે. તાજેતરમાં રાજ્ય સરકાર અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ખૂબજ સંવેદનશીલ નિર્ણય લઈને રાજ્યના આવા APL-1 કાર્ડ ધરાવતા 60 લાખ પરિવારોના અંદાજે 2.50 થી 3 કરોડ લોકોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી મોટી રાહત આપી છે.

અગાઉ આણંદ જિલ્લામાં વાઇરસના કારણે લોકડાઉન દરમિયાન ગરીબ શ્રમિક પરિવારોને અનાજ વિતરણ, અન્ન બ્રહ્મયોજના હેઠળ અનાજ સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતુ. હવે એપીએલ-1 કાર્ડ ધારકોને પણ વિના મૂલ્યે અનાજ વગેરેનું વિતરણ કરવામાં આવશે. કલેકટર આર.જી ગોહીલ અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમ દ્વારા આગામી 13 એપ્રિલથી તબક્કા વાર પાંચ દિવસ 674 દુકાનો ઉપરથી રેશન કાર્ડના છેલ્લા આંકડા મુજબ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

13 એપ્રિલ થી 17 એપ્રિલ એમ પાંચ દિવસમાં એપીએલ કાર્ડધારકોને અનાજ વિતરણ કરવાનું કામ પૂર્ણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, APL કાર્ડ ધારકો માટે આવી યોજના જાહેર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, પ્રત્યેક એ.પી.એલ-1 કાર્ડ ધારકના આધાર કાર્ડ અને તેઓની વિગતોનું દુકાન સંચાલકો કાર્ડ સાથે મેળવવાનું કામ કરી રજીસ્ટરમાં નોધ કરીને સહી/ નિશાન લઈને વિતરણ કરશે. જેથી કોઈ પણ આ લાભથી વંચિત રહે નહીં.

નોન એફ.એસ.એ.એપી. એલ રેશન કાર્ડના છેલ્લા આકડાં

(1)આંકડા 1અને 2 મુજબ તા.13/04/2020
(2)આંકડા 3 અને 4 મુજબ તા.14/04/2020
(3) આંકડા 5 અને 6 મુજબ તા.15/04/2020
(4)આંકડા 7 અને 8 મુજબ, તા.16/04/2020
(5)આંકડા 9 અને 0 મુજબ તા.17/04/2020
(6) ઉપરોક્ત માંથી બાકી રહેલા ને તા.18/04/2020ના રોજ વિતરણ કરવામાં આવશે.

આણંદ જિલ્લાની 674 જેટલી જાહેર વિતરણની દુકાનો ઉપરથી,( Non FSA /AP L-1) કાર્ડ ધારકોને નિયત કરેલ ઘઉ, ચણાની દાળ,ખાંડ , ચોખાનું વિનામૂલ્યે ઉપરોક્ત આયોજન મુજબ વિતરણ શરૂ કરવામાં આવશે. પુરવઠા વિભાગ દ્વારા નિયત કાર્ડ ધારકોને શાંતિપૂર્વક ચીજ વસ્તુઓ મેળવવા અનુરોધ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.