- આણંદ નગરપાલિકા એક્શન મોડમાં
- શહેરમાં વધતા મેડીકલ વેસ્ટના જાહેરમાં નિકાલને લઈ કરાઇ કાર્યવાહી
- ત્રણ જેટલા સાધનો કર્યા જપ્ત
- જાહેર જગ્યાએ મેડિકલ વેસ્ટનો કરી રહ્યા હતા નિકાલ
- નગરપાલિકા દંડ ફટકારશે:ચેરમેન હિતેશ ભાઈ
આણંદઃ શહેરની પાયોનિયર હાઇસ્કુલ પાસે આવેલા પ્લોટમાં કોઈ વાહનમાંથી મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હોવાની જાણકારી સેનેટરી ચેરમેન હિતેશ ભાઈ(ભાણાભાઈ)ને મળી હતી. જે બાદ તુરંત જ તેમને વિભાગીય કર્મચારીઓને ત્યાં દોડાવી ત્રણ વાહનો મેડિકલ વેસ્ટ સાથે ઝડપી લીધા હતા. આ અંગે મીડિયા સમક્ષ માહિતી આપતા આણંદ નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર તુષાર ગઢવીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે જોખમ ઉભું થાય તેવું કાર્ય થતું હોવાની માહિતી ચેરમેનને મળી હતી. તેમની ટીમે એક થ્રી વિહિલ ટેમ્પોમાંથી મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હતો. જે અંગે તેમણે સ્થળ પર થતી કામગીરી રોકાવી ત્રણ સાધનો સાથે ચાર લોકોને નગરપાલિકા લઈ આવ્યા હતા. જ્યા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ મેડિકલ વેસ્ટ કોવિડ હોસ્પિટલની બહાર ફેંકવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા
મેડિકલ વેસ્ટનો નિકાલ કરવો પણ આવશ્યક છેઃ કંપનીના સુપરવાઈઝર અમિત માછી
ખાનગી કંપની દ્વારા આણંદની મહત્તમ હોસ્પિટલમાંથી મેડિકલ વેસ્ટને એકત્ર કરવામાં આવે છે. કંપનીના સુપરવાઈઝર અમિત માછી દ્વારા મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ કામ તેઓ ખુલ્લી જગ્યામાં કરતા હતા. મેડિકલની પરિસ્થિતિ જોતા મેડિકલ વેસ્ટનો નિકાલ કરવો પણ આવશ્યક બની રહે છે માટે આ કામગીરી અત્યારના સમયે અતિ મહત્વની બની રહે છે. માણસો દ્વારા આ કામગીરીમાં ચૂક કરવામાં આવી છે તે સમજીને તંત્રની કામગીરીને સહકાર આપવા તેમણે તૈયારી બતાવી હતી.
આ પણ વાંચોઃ સયાજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ પાછળ ખૂલ્લેઆમ PPE કિટ ફેંકી દેવાઈ
આણંદ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હિતેશ પટેલની અપીલ
આણંદ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હિતેશ પટેલે મીડિયા થકી શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલના ડોકટર્સને અપીલ કરી હતી કે મેડિકલ વેસ્ટનો સરકારની માર્ગદર્શિકા અનુસાર નિકાલ કરવામાં આવે જેથી મહામારીમાં સ્થાનિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને આ પરિસ્થિતિમાં સમાજ સામે ખતરો ઉભો ન થાય.