આણંદઃ વિશ્વમાં ચાલતાં કોરોના સંકટના કારણે જ્યારે એક મહિનાથી દેશ સંપૂર્ણ lock down છે ત્યારે કોરોના સંક્રમણને લઈને અનેક મુદ્દાઓ પરેશાન કરી રહ્યાં છે. જેમાં મોટીસંખ્યામાં ગરીબોને ભોજનનો મામલો પણ છે.ત્યારે આણંદમાં કર્મ ગ્રુપ જરૂરિયાતમંદો માટે આશરો બન્યું છે. જેણે દેશમાં હિંદુ મુસ્લિમ એકતાને એક અલગ જ આયામ આપી બંધારણના સિદ્ધાંતને સાબિત કરી સર્વ ધર્મ સમભાવનો સંદેશ આપ્યો છે.
કર્મ ને ધર્મ બનાવી આ ગ્રૂપના સદસ્યો 600 ભૂખ્યાંને ભોજન પહોંચાડી રહ્યાં છે - ફૂડ
કોરોના સામે લડત આપવા લોકો લૉક ડાઉનનું પાલન કરી રહ્યાં છે ત્યારે દેશમાં તમામ ધંધારોજગાર છેલ્લા એક માસ ઉપરાંતથી બંધ છે. મજૂર અને ગરીબ પ્રજાને એક ટાઈમનું ભોજન મેળવવા માટે પણ મોટી સમસ્યા ઉભી થઇ હતી ત્યારે દેશમાં અનેક સમાજ સેવકો આવા જરૂરિયાતમંદ નાગરિકોની મદદ કરવા સામે આવ્યાં છે. તેમાં આણંદ જિલ્લાના કર્મ ગ્રૂપ દ્વારા સેવા સાથે સાથે હિન્દૂ મુસ્લિમ એકતાનો પણ સંદેશ આપવામાં આવી રહ્યો છે.
કર્મ ને ધર્મ બનાવી આ ગ્રૂપના સદસ્યો 600 ભૂખ્યાંને ભોજન પહોંચાડી રહ્યાં છે