આણંદઃ અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પેટલાદ બેઠક પર રસાકસીનો માહોલ સર્જાયો હતો, ત્યારે દરેક મતનું મહત્વ ઘણું જ વધી ગયું હતું. સોજીત્રાના દેવાવાટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મતદાતા માહિડા હરિસિંહ રામસિંહ 72 વર્ષની ઉંમરે સ્ટ્રેચર પર મતદાન કરવા આવ્યા હતાં.
ચૂંટણી આયોજન તંત્ર દ્વારા તેમના માટે વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ તેમને શારીરિક તકલીફ હોવા છતાં મત આપી મતદાર ધર્મ નિભાવી યોગ્ય સહકારી આગેવાનની પસંદગી કરવા મતદાન કર્યું હતું.
પેટલાદ બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારા પૂર્વ ડિરેક્ટર તેજસ પટેલ દ્વારા વૃદ્ધ મતદારનો આભાર માનવામાં આવ્યો હતો. આ સાથે જ અમૂલમાં આગામી દિવસોમાં વધુ સારી કામગીરી કરી વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.