ETV Bharat / state

આણંદ જિલ્લાના બોરસદમાં નોંધાયો કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ - lockdown effect in borsad

આણંદ જિલ્લામાં લોકડાઉન 4 માં કોરોના સંક્રમણની ટકાવારીમાં નોંધનીય ઘટાડો નોંધાયો છે. પરંતુ, આજે લોકડાઉનના 65 દિવસ બાદ બોરસદ શહેરમાં કોરોના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.

આણંદ જિલ્લાના બોરસદમાં નોંધાયો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ

author img

By

Published : May 29, 2020, 12:59 PM IST

આણંદઃ જિલ્લામાં શરૂઆતમાં આણંદ નગરપાલિકાના કર્મચારીનો પ્રથમ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ક્રમશઃ હાડગુડ, નવખલ, પેટલાદ અને ઉમરેઠમાં કેસ સામે આવ્યા હતા. બાદમાં ખંભાત શહેર આણંદ જિલ્લામાં કોરોના હોસ્ટપોટ બન્યું હતું.અને જિલ્લામાં સંક્રમણના આકડાં વધ્યા હતા. લોકડાઉન 4 માં આ આંકડાના વધારામાં રોક લાગી હતી.

આણંદ જિલ્લાના બોરસદમાં નોંધાયો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ
આણંદ જિલ્લાના બોરસદમાં નોંધાયો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ
હવે જિલ્લામાં કોરોના કન્ટેન્મેન્ટ ઝોનમાંથી નીકળી જિલ્લાના અન્ય વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. પહેલા ત્રણોલ અને ઉમરેઠમાં સંક્રમિત લોકો બહાર આવ્યા અને બાદમાં સોજીત્રા નગરમાં ગર્ભવતી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને આજે લોકડાઉનના 65 દિવસ બાદ બોરસદ શહેરમાં કોરોના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદના મદીના નગર વિસ્તારમાં રહેતા 58 વર્ષીય મોહંમદહુસેન સૈયદને બે દિવસ પહેલા શ્વાસની તકલીફ હોવાથી બોરસદની ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા. પરંતુ તેમનામાં કોરોનાના લક્ષણો દેખાતા કરમસદ હોસ્પિટલ મોકલાયા હતા. જયાં તેઓના સેમ્પલ લેવાયા હતા. જેનો આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આરોગ્યની ટીમ દ્વારા પોઝિટિવ દર્દીના પરિવારજનો, સંપર્કમાં આવેલા લોકોની હિસ્ટ્રી મેળવવાની પ્રકિયા હાથ ધરી છે. પોલીસ દ્વારા મદીનાનગર તરફના મુખ્ય માર્ગો પર આડશો ગોઠવી દીધી છે.આણંદ જિલ્લામાં લોકડાઉનના 65 દિવસો બાદ કોરોના પોઝિટિવના કુલ 96 કેસ નોંધાયા હતા. જેમાંથી કોરોનાના કારણે 10 દર્દીઓના મોત નીપજયા છે. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા સીઝનલ ફલુ-કોરોનાના 2020 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 1924 દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું.

ખંભાતના કોરોના પોઝિટિવ અને સારવાર હેઠળના 33 વર્ષીય યુવાન કોરોનામુકત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 79 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. હાલમાં જિલ્લામાં કોવિડ-19 અંતર્ગત કુલ 5 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં 3 દર્દીઓ કાડિર્યાક કેર સેન્ટર, ખંભાત, 1 દર્દી કરમસદ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં અને 1 દર્દી આણંદ જનરલ હોસ્પિટલમાં છે. જો કે કુલ પાંચ પૈકી 3 દર્દીઓ ઓકિસજન ઉપર હોવાનું જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.