ETV Bharat / state

સામાન્ય માણસ પોલીસના સ્નેફર્ડ ડોગ સાથે સમય વિતાવી શકશે, જાણો કેવી રીતે - લેબરાડોગ અને જર્મન સ્નેફર્ડ

આણંદમાં દેશની પ્રથમ પોલીસ ડોગ હોસ્ટેલમાં (Police Dog Old Age Home) એક અનોખી શરૂઆત કરવામાં આવી, જેમાં સામાન્ય વ્યક્તિઓ જેને શ્વાન સાથે સમય વિતાવવો(spend time with the police sniffer dog) પસંદ હોય તેવા લોકો માટે અઠવાડિયામાં અંતિમ બે દિવસમાં શ્વાન સાથે સમય પસાર કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

સામાન્ય માણસ પોલીસના સ્નેફર્ડ ડોગ સાથે સમય વિતાવી શકશે, જાણો કેવી રીતે

author img

By

Published : Nov 28, 2021, 7:17 PM IST

  • દેશની પ્રથમ પોલીસ ડોગ હોસ્ટેલમાં અનોખી શરૂઆત
  • આણંદના SP અજિત રાજ્યને કરી જાહેરાત
  • સ્નેફડ ડોગ સાથે સામાન્ય માણસોને સમય વ્યતીત કરવાનું કર્યું આયોજન
  • રાજ્યની એક માત્ર નિવૃત શ્વાન કેનાલમાં કરવામાં આવ્યું આયોજન
  • વીકેન્ડ માં બે કલાક માટે મળશે સમય

આણંદ: પોલીસ વિભાગના ગુનાઓને ડિટેકટ કરવામાં અતિ મદદરૂપ થતા શ્વાનને આપણે ઘણી વાર કામ કરતા જોયા છે, જ્યારે પણ કોઈ એવો ગુનો બને છે જેમાં ગુનો કરનારનું પગેરું પકડવા માટે મોટેભાગે પોલીસ સ્નેફર્ડ ડોગનો ઉપયોગ કરતી હોય છે. સામાન્ય રીતે શ્વાનમાં રહેલી સૂંઘવાની શક્તિને કારણે પોલીસ દ્વારા વિશેષ પ્રજાતિના શ્વાનોને પૂરતી તાલીમ આપી ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેમાં લેબરાડોગ અને જર્મન સ્નેફર્ડ પ્રજાતિના શ્વાન અતિ પ્રચલિત બની છે.

આ પણ વાંચો: Police Dog Old Age Home: નિવૃત્ત પોલીસ ડોગ માટે આણંદમાં રાજ્યનું પ્રથમ શ્વાન વૃદ્ધાશ્રમ શરુ કરાયુ

રિટાયર્ડ ડોગ કેનાલ શરૂ કરવામાં આવ્યું

પોલીસમાં ફરજ બજાવતા આ અતિ હોશિયાર શ્વાનની પણ પોલીસના જવાનોની જેમ મહેકમ આધારિત ભરતી કરવામાં આવતી હોય છે, જે નિયત વય મર્યાદામાં ફરજ બજાવ્યા બાદ નિવૃત કરી દેવામાં આવતા હોય છે, જેની સારસંભાળ રાખવા માટે આણંદના પોલીસ મુખ્યાલય પાસે દેશની બીજી અને પોલીસ ખાતાની પહેલી રિટાયર્ડ ડોગ કેનાલ (હોસ્ટેલ, ઓલ્ડએજ હોમ ફોર ડોગ) શરૂ કરવામાં આવ્યું છે.

સામાન્ય માણસ પોલીસના સ્નેફર્ડ ડોગ સાથે સમય વિતાવી શકશે, જાણો કેવી રીતે

આ પણ વાંચો: અમદાવાદ: ભદ્ર સહિતના વિસ્તારમાં SOGનું ડોગ સ્કવૉડ સાથે ચેકિંગ

શ્વાનપ્રેમી પ્રજા માંટે આણંદમાં કરવામાં આવી વ્યવસ્થા

આણંદના આ વિશેષ પ્રકારના કેન્દ્રમાં નિવૃત્તિ પામેલા પોલીસ વિભાગના શ્વાન (Police Dog Old Age Home) માટે આરામ વ્યાયામ અને પોષણની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ આ કેન્દ્ર પર અગિયાર જેટલા નિવૃત શ્વાનને કાળજી પૂર્વક રાખવામાં આવ્યા છે, જેમની સાથે હવે સામાન્ય વ્યક્તિઓ જેને શ્વાન સાથે સમય વિતાવવો(spend time with the police sniffer dog) પસંદ હોય તેવા લોકો માટે ખાસ આયોજન સાથે અઠવાડિયામાં અંતિમ બે દિવસમાં માટે શ્વાન સાથે સમય પસાર કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

પ્રથમ દિવસે આ શ્વાન સાથે સમય વિતાવવા માટે પ્રાણી પ્રેમી સંસ્થાઓ અને શાળાના બાળકો આવ્યા હતા, અને આ કાર્યક્રમને જિલ્લા પોલીસ વડા અજિત રાજ્યન સાથે જિલ્લા સાંસદ મિતેષ પટેલ (બકાભાઈ) નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ સહિત પોલીસ વિભાગના આધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.