ETV Bharat / state

પોલીસકર્મી પર એક્ટિવા ચડાવી દઇ હુમલો કરનારા આરોપીઓ ઝડપાયા

સિદી સૈયદની જાળી પાસેથી એક્ટિવા પર માસ્ક પહેર્યા વગર નીકળેલા બે યુવકોને પોલીસે રોકતા, ચાલકે એક પોલીસકર્મી પર વાહન ચડાવી ભાગી ગયા હતા. જેમાં પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. કારંજ પોલીસે સીસીટીવીના આધારે એક્ટિવા ચાલક સહીત બે લોકોની ધરપકડ કરી છે.

પોલીસકર્મી પર એક્ટિવા ચડાવી હુમલો કરનારા આરોપી ઝડપાયા

author img

By

Published : May 26, 2021, 10:27 AM IST

  • માસ્ક પહેર્યા વગર લટાર મારવા નીકળેલા યુવકોને પોલીસે અટકાવતા તેની પર હુમલો કર્યો
  • પોલીસકર્મી પર વાહન ચડાવી ઇજા પહોંચાડી
  • સીસીટીવીના આધારે પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા

અમદવાદઃ સિદી સૈયદની જાળી પાસેથી બે આરોપી માસ્ક પહેર્યા વગર એક્ટિવા પર લટાર મારવા નીકળ્યા હતા. પોલીસની ચેક પોસ્ટ જોઈને ભાગી જતા સમયે પોલીસકર્મીએ રોકવા જતા વાહન ચાલકે પોલીસકર્મી પર એક્ટિવા ચડાવી ફરાર થઈ ગયા હતા.

પોલીસકર્મી પર એક્ટિવા ચડાવી હુમલો કરનારા આરોપી ઝડપાયા

આ પણ વાંચોઃ ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં રિક્ષામાં આવેલા દર્દીને પ્રવેશ ન અપાતા ચાલકે બેરિકેડ પર રિક્ષા ચઢાવી

કારંજ પોલીસે 50થી વધુ સીસીટીવી ચેક કરી એક્ટિવા ચાલકની ધરપકડ કરી

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કે આરોપી મોહંમદ શાદ મકસુદ શેખ અને સોહેલ અબ્દુલ રસીદ ખલીફા ઇરાદાપૂર્વક પોતાની એક્ટિવા પુરઝડપે ચલાવી ફરજ પરના પોલીસકર્મી પર ચડાવી દીધી હતી. કારંજ પોલીસે 50થી વધુ સીસીટીવી ચેક કરી એક્ટિવા ચાલકની દરિયાપુરથી ધરપકડ કરી છે.

પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ રૂપાલી પોલીસ ચોકી પાસે ફરજ પર હતા

કારંજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ મંગળવારે સાંજે રૂપાલી પોલીસ ચોકી પાસે ફરજ પર હતા. ત્યારે સાંજે 7 વાગ્યે એક્ટિવા પર પસાર થનારા બે લોકોએ માસ્ક પહેર્યું ન હતુ. તેથી પોલીસે તેમને રોક્યા હતા, જેમાં વાહનચાલક એક્ટિવા પાછું વાળી ભાગી ગયા હતા.

પોલીસ કર્મી બિપિન પુજાભાઈ અને જીતેન્દ્ર આત્મારામે આરોપીને રોકવાના પ્રયાસ કર્યા હતા

પોલીસ કર્મી બિપિન પુજાભાઈ અને જીતેન્દ્ર આત્મારામ દુર ઉભા હોવાથી તેમણે ભાગી રહેલા બન્નેને રોકવા પ્રયાસ કર્યો. તેમ છતા, તેઓ પોલીસકર્મી બિપિનભાઈ પર એક્ટિવા ચડાવી ભાગી છૂટયા હતા. પોલીસકર્મી બિપિનકુમારને હાથે, પગે, મોઢા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, હાલ ઘરે સારવાર લઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ માંડવીમાં દારૂના બુટલેગરે પોલીસ વાહન પર કાર ચડાવી નાસવાનો કર્યો પ્રયાસ

આરોપી ગારમેન્ટમાં સેલ્સમેન તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યુ છે

જ્યારે પકડાયેલા આરોપી ગારમેન્ટમાં સેલ્સમેન તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યુ છે. પરંતું આરોપી કરફ્યૂ સમયે પોલીસ પકડે નહીં તે માટે એક્ટિવા નંબર પ્લેટ વગર લઇ ફરતા હતા. બન્ને આરોપી વિરૂદ્ધ કોઈ ગુના છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.