- આણંદના ભાદરણ ગામે હત્યા મામલે 3 ની અટકાયત
- લૂંટના ઇરાદે NRI ના મકાનની રખેવાળની હત્યા
- ઘટનાનો ભેદ ઉકેલવા SIT ની રચના કરવામાં આવી
આણંદઃ એકવીસમી સદી આ ટેક્નોલોજી ના આધુનિક યુગમાં પણ પોલીસ કેમ બાતમીદારો પર વધારે વિશ્વાસ રાખે છે. જ્યારે કોઈ ટેક્નોલોજો કામ ન આવી ત્યારે હત્યાના એક ગુના પરથી ભેદ ઉકેલવામાં મદદરૂપ થયા પોલીસ ના છુપા બાતમીદારો ઘટના ભાદરણ ગામે NRI ના મકાનની ચોકીદારની હત્યા (Murder of a watchman)કરવામાં આવી હતી. આ અટપટી ઘટના નો ભેદ દોઢ માસ પછી આણંદ પોલીસે ( Anand police)ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
NRIના બંગલામાં હત્યાની ઘટના બની હતી
બોરસદ તાલુકાનું ભાદરણ (Bhadran of Borsad taluka)ગામમાં આવેલ અલકાપુરી વિસ્તારમાં આવેલો NRIના બંગલામાં હત્યાની ઘટના(Murder of a watchman) બની હતી અને હત્યા કરનાર મહીસાગરમાં આવેલ દહેવાણ ગામના 5 શખ્સો હતા. દહેવાણ ગામમાં રહેતા વિક્રમ મહિજી તળપદા,સંજય જેસંગ તળપદા,ઝીણા બુધા તળપદા,ગોપાલ જીલુ તળપદા, અને ભૂરા હિંમત તળપદા ભાદરણ ગામે અલકાપુરી વિસ્તારમાં આવેલ NRI ના બંગલામાં ચોરી કરવા આવ્યા હતા અને ચોરીના કામને અંજામ આપતા હતા. ત્યારે ઘરની ચોકીદારી કરતા રમતુ આશા ભોઈ ચોરને ભગાડવાનો પ્રયાસ કરતા કર્યો હતો. પાંચેય ચોરોએ એકત્ર થઈ રમતુભાઈનું ગળું દબાવી હત્યા કરી ચોરી કર્યા વિના ફરાર થઈ ગયા હતા. જે ઘટનાની જાણ ભાદરણ પોલીસને(Bhadran police) કરવામાં આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લોકો પોતાના ઘરો ચોકીદાર ને હવાલે મૂકી વિદેશમાં વસવાટ કરે છે
આ હત્યાની ચકચારી ઘટના જિલ્લામાં હાઈપ્રોફાઈલ એટલે થઈ ગઈ હતી કે ચરોતર પ્રદેશમાં (Charotar region)મોટા ભાગના લોકો પોતાના ઘરો ચોકીદાર ને હવાલે મૂકી વિદેશમાં વસવાટ કરતા હોય છે. જેથી અન્ય પણ આવી ઘટનાઓ બને તો પોલીસ ની કામગીરી પર આંગળી ચિધાય,જેથી આણંદ જિલ્લા પોલીસ વડા એ જિલ્લાની એલસીબી ,એસઓજી અને પેરોલ ફ્લો સ્કવોર્ડ અને ભાદરણ પોલીસને હત્યાનો ગુનો ઉકેલવા કડક સૂચના આપી હતી.
બાતમીદારોના આધારે તપાસ કરી
પરંતુ ઘટના સ્થળેથી કોઈ એવા પુરાવા હાથ ન લાગતા ઘટનાને 40 દિવસનો સમય વીતવા છતાં પણ કોઈ નોંધપાત્ર પરિણામ મળ્યું ન હતું. જોકે આ હત્યાની આ ઘટના નો ભેદ ઉકેલવા પોલીસ વડા અજિત રાજયણ દ્વારા એસ આઇટી બનાવવામાં આવી હતી. જેથી એસ આઇટીના અધ્યક્ષ પેટલાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર એલ સોલંકીએ તપાસની દિશામાં જિલ્લામાં અલગ અલગ સ્થળો પર બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી હતી.
ચોકીદાર જાગી જતા તેની હત્યા કરી નાખવામાં આવી
બાતમીદારોના નેટવર્કથી dysp ને એક બાતમી હાથ લાગી હતી કે જાંબુની સીઝનમાં ભાદરણ ની આસપાસ મોટા ભાગે દહેવાણ ના કેટલાક લોકો આવતા હોય છે. જે નાની મોટી ચોરીના કામને પણ અંજામ આપે છે. પોલીસે ભાદરણ ગામે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે વિક્રમ મહિજીભાઈ તળપદાને પોલીસે રાઉન્ડ અપ કરી યુક્તિ પ્રયુક્તિ તપાસ હાથ ધરતા વિક્રમે પોલીસ સમક્ષ વટાણા વેરી નાખી પોતાના સાથીઓ સાથે જ ચોરીના કામને અંજામ આપ્યો હતો. ચોકીદાર જાગી જતા તેની હત્યા કરી નાખવામાં આવી હોવાની કબુલાત કરી હતી. પોલીસે વિક્રમ તળપદા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ગોપાલ જીલુ તળપદા અને ભૂરા હિંમત તળપદા ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
અન્ય ગુનાઓ પરથી ભેદ ઉકેલાવાની શક્યતાઓ
પકડાયેલા આરોપીએ પોલીસ સમક્ષ અગાઉ વાલવોડ ગામે ,કોસિન્દ્રા ગામે અને લાલપુરા ગામે ચોરી કર્યાની કબૂલાત કરી છે.જોકે હવે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે અને તેમાં અન્ય ગુનાઓ પરથી ભેદ ઉકેલાવાની શક્યતાઓ પેટલાદ dysp આર એલ સોલંકી વ્યક્ત કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ નર્મદા નદીમાં વધતા જતા પ્રદૂષણને લઇ ગુજરાત હાઇકોર્ટ ચિંતિત, ગ્રીન ટ્રિબ્યુનલ પશ્ચિમ બેચને સોંપ્યો કેસ
આ પણ વાંચોઃ મોતીપુરા ગામમાં દારૂ પીનારાઓની ખેર નહીં, પીંજરામાં પસાર કરવી પડે છે આખી રાત