- પોલીસે શખ્સને ઝડપી વધુ તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા
- જશવંત ધામલીયાએ 6 મહિના પહેલા આણંદના સરદારગંજમાં ડેલ્ટા ટેક નામની કંપની ખોલી હતી
- કેપ્ચા અને ફોરેક્સ ટ્રેડીંગમાં રોકાણ કરવા લોભામણી લાલચો આપી હતી
- અંદાજે 700થી 800 જેટલા ગ્રાહકો પાસેથી એક કરોડ રૂપિયા ઉપરાંતની ડિપોઝિટ્સ મળતા ફરાર થયો હતો
આ પણ વાંચોઃ સોશિયલ સાઈટ પર શર્ટનું વેચાણ કરવા જતાં યુવાન સાથે રૂપિયા 2,52,000 થયો સાયબર ફ્રોડ
આણંદઃ જિલ્લાની આણંદ શહેર પોલીસે કેપ્ચા અને ફોરેક્સ ટ્રેડીંગમાં ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવીને ફરાર થયેલા શખ્સને ઝડપી પાડી વધુ તપાસ અર્થે તેના બે દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. રીમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. શહેરના સાંગોડપુરા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા જશવંત ધામલીયાએ 6 મહિના પહેલા આણંદના સરદારગંજમાં ડેલ્ટા ટેક નામની કંપની ખોલી હતી. કેપ્ચા અને ફોરેક્સ ટ્રેડીંગમાં રોકાણ કરો અને ઊંચું વળતર મેળવવાની લોભામણી લાલચો આપી હતી. આ માટે એપ્લિકેશન ઓપન કરવા માટે આઈડી આપવામાં આવતું હતુ. જે તે પ્લાન મુજબ ડિપોઝિટ્સ ઉઘરાવવાનું ચાલુ કર્યું હતુ.
આ પણ વાંચોઃ જૂનાગઢની ઈક્વિટાસ બેન્કના બ્રાંચ મેનેજરે કરી 1.30 કરોડની ઉચાપત
પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો
આણંદમાં ઝડપાયેલા જશવંત ધમેલીયા પાસે અચાનક અંદાજે 700થી 800 જેટલા ગ્રાહકોની એક કરોડ ઉપરાંતની ડિપોઝિટ્સ આવી જતાં જશંવત ધામેલીયા રાતોરાત ઓફિસને તાળા મારીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ગત 3 માર્ચના રોજ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં જ પોલીસે જશવંત ધામલીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન તે આણંદ આવ્યો હોવાની માહિતી મળતાં જ તેને ઝડપી પાડી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે રીમાન્ડની માંગણી કરતાં કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસે આરોપી પાસેથી 5 કોમ્પ્યુટર અને 7 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા
પોલીસે આરોપી પાસેથી 5 કોમ્પ્યુટર અને 7 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આ કેસની તપાસ ચલાવી રહેલા PSI આઈ. એન. ઘાસુરાએ જણાવ્યું હતુ કે, ઠગાઈનો ભોગ બનેલા વ્યક્તિઓ હજુ પણ પોલીસનો સંપર્ક કરી રહ્યા છે. આ આંકડો એક કરોડને પાર પહોંચશે તેમ મનાઈ રહ્યું છે. આણંદ જિલ્લા બહારના લોકો આ લોભામણી સ્કીમનો ભોગ બન્યા છે કે કેમ તે દિશામાં પણ હજુ પોલીસ તપાસ કરી રહી છે. આગામી સમયમાં આ ફ્રોડમાં હજુ વધારે લોકો છેતરાયા હોવાની સંભાવનાઓ રહેલી હોવાની જાણકારી આણંદ પોલીસ પાસેથી મળી છે.