- આણંદના ઓડમાં યુવકનું શંકાસ્પદ મોત
- ભરોડા પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો
- ઓડ HOC ખાતે ખસેડાયો હતો
- મૃતકનો વિશેરા રિપોર્ટ પણ કરાવાશે
આંણદઃ જિલ્લામાં 21 વર્ષીય યુવક ઉમરેઠ પાસે આવેલા ભરોડા પાસે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ડોકટરે યુવકને મૃત ઘોષિત કર્યો હતો. પ્રાથમિક તારણ મુજબ નશીલો પદાર્થ પિવાથી મોત થયુ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
આંણદના ઓડમાં 21 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત ભરોડ રોડ પર બેભાન અવસ્થામાં મળી આવ્યોજિલ્લાના ઓડમાં નશીલું પ્રવાહી પીવાથી 22 વર્ષીય યુવકનું મોત થયુ છે. યુવકના મોતથી ચકચાર મચી જવા પામી હતી. સોમવારે ઘરે થી નીકળેલો યુવાન ઉમરેઠ પાસે આવેલા ભરોડા પાસેથી બેભાન હાલતમાં મળ્યો હતો. સ્થાનિકોની નજર યુવક પર પડતા 108 મારફતે ઓડ CHC ખાતે ખસેડાયો હતો, આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે યુવકનું મોત થયુ હોવાનું જણાવ્યુ હતુ.નશીલું પ્રવાહી પીવાથી યુવકનું મોત થયાના આશંકાઆરોગ્ય કેન્દ્રના ડોકટક દ્વારા યુવકને મૃત જાહેર કરાયા બાદ તેમના મોત પાછળના અનેક તારણો ઉઠવા પામ્યા છે. યુવકના અચાનક થયેલા ના મોત પાછળના કારણ અંગે અનેક અટકળો પ્રસરી જાવા પામી હતી. જેમાં નશીલા પદાર્થનું સેવન કરવાથી યુવકનું મોત થયુ હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો હતો.મૃતકનો વિશેરા રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈહાલ ખંભોળજ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે યુવકને પોસ્ટમોર્ટમ માટે ઓડ CHC મોકલી મૃતકનો વિશેરા રિપોર્ટ પણ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી આશાસ્પદ યુવકના મોતનું સાચું કારણ બહાર આવી શકે.