ETV Bharat / state

Rain in Anand: બોરસદનું સિસવા ગામ થયું બેહાલ ચોતરફ પાણી પાણી, પરિસ્થતિ બની કફોડી - NDRFની ટીમ

આણંદના બોરસદમાં ગુરુવારેના રાત્રીએ(Anand Borsad Rain Condition) મેઘરાજા કોપાઈમાન થતા ચોતરફ વરસાદી પાણી ભરાઈ જવાથી ઘણા વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. જેમાં ખાસ કરીને બોરસદના સિસવા ગામમાં(Siswa village of Borsad) પાણી ભરાઈ જવાની ઘટના ગંભીર થઇ હતી. જ્યાં નીચાણવાળા વિસ્તારો હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવી(Situation In Borsad) પડી હતી.

Rain in Anand: બોરસદના સિસવા ગામનો બેહાલ ચોતરફ પાણી પાણી, પરિસ્થતિ બની કફોડી

author img

By

Published : Jul 2, 2022, 10:58 PM IST

આણંદ: બોરસદમાં(Anand Borsad Rain Condition) ગુરુવારે રાત્રે પડેલ અનરાધાર વરસાદ બાદ તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી અસરગ્રસ્ત બન્યા છે. તેવામાં સૌથી વધુ વરસાદી પાણી ભરાવાની ઘટના બોરસદના સિસવા ગામમાં બની છે. છાતી સમા પાણી સમગ્ર ગામમાં ભરાયા છે, ત્યારે અંદાજિત 300 જેટલા લોકો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી અસરગ્રસ્ત બન્યા છે.

યુવકની શોધખોળ NDRF દ્વારા હાથ ધરવામાં આવી - મધ્યરાત્રીએ શરૂ થયેલ અતિ ભારે વરસાદને કારણે સર્જાયેલ તારાજીના કારણે અનેક લોકોની છત છીનવાઈ ગઈ છે. ઘરની સામગ્રી સહિત તમામ ચીજ વસ્તુઓ પાણીમાં ગર્ભાવ થઈ જવા પામી છે. તેવામાં અસરગ્રસ્તને મદદ કરવા ગયેલા ગામના એક યુવાન કિશનનો પગ લપસી જતાં તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જવાની ઘટનાએ ગામને શોકમગ્ન બનાવ્યું હતું. કિશન શુક્રવારે બપોરના સમયે પાણીમાં ગરકાવ(Situation In Borsad) થયો હતો. જે નો પત્તો હજુ સુધી લાગી શક્યો નથી. હાલ સીસવા ગામે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે NDRFની ટીમ(NDRF team) પણ બોલાવવામાં આવી છે. જે આગામી સમયમાં ગામમાંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરશે. આ સાથે પાણીમાં ગરકાવ થયેલા કિશનને સોધવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

સૌથી વધુ વરસાદી પાણી ભરાવાની ઘટના બોરસદના સિસવા ગામમાં બની છે છાતી સમા પાણી સમગ્ર ગામમાં ભરાયા છેસૌથી વધુ વરસાદી પાણી ભરાવાની ઘટના બોરસદના સિસવા ગામમાં બની છે છાતી સમા પાણી સમગ્ર ગામમાં ભરાયા છે

આ પણ વાંચો: Rain in Navsari: ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા

સંસદસભ્ય મિતેષ પટેલ પહોચ્યા સિસવા - સિસવા (Siswa village of Borsad ) ગામની મુલાકાતે આણંદના સાંસદ(Member of Parliament from Anand) મિતેષ પટેલ પહોંચ્યા હતા. જેમને કિશન ના ઘરની મુલાકાત કરી પરિવારના સભ્યોને આશ્વાશન આપ્યું હતું. આ સાથે જ સમગ્ર ગામમાં ટ્રેકટર દ્વારા ફરીને પૂરના પાણીની સ્થિતિનું અવલોકન કરી તંત્રને જરૂરી તમામ કાર્યવાહી અને પગલાં ભરવા માટે સૂચનો કરી ગામની સ્થિતિ અંગે સરકારને જાણ કરીને મદદ પહોચાડવા માટે રજુઆત કરવામાં આવશે, તેવી માહિતી આપી હતી.

સંસદસભ્ય મિતેષ પટેલ પહોચ્યા સિસવા
સંસદસભ્ય મિતેષ પટેલ પહોચ્યા સિસવા

આ પણ વાંચો: Rain in Banaskantha : બનાસકાંઠાની બજારમાં 4થી 5 ફૂટ પાણી ઘૂસી જતા ભારે નુકસાન

સ્થાનિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા કામગીરી હાથ ધરવામાં આવી - સિસવા ગામમાં વરસાદી પાણી ભરાઈ જવાની ઘટનામાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા અનેક પરિવારો અસરગ્રસ્ત બન્યા છે. પાણીમાં ગરકાવ થઈ ગયેલા વિસ્તારના રહેવાસીઓને સ્થાનિક આગેવાનો અને તંત્રની મદદથી ગામની પટેલ વાડીમાં રહેવા માટેની સગવડ કરી આપવામાં આવી છે. જ્યાં તેમને તંત્ર દ્વારા જરૂરી સુવિધાઓ ઉભી કરી આપવામાં આવી છે. જેમાં અગત્યનું એ છે કે, નીચાણવાળા વિસ્તારમાં કાચા પાકા મકાનોને વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ઘણું નુકસાન પહોંચ્યું છે. જેમાં ઘરની તમામ ચીજ વસ્તુઓ ઘરવખરી સહિત પાણીમાં ગર્ભાવ થઈ જતા અનેક પરિવારો પર આસમાની આફતે મુસીબત સર્જાય છે. હાલ આ પરિવારો આશ્ચર્ય સ્થાને રહી રહ્યા છે. પાણી ઓસરી જાય તેની રાહ જોઈ બેઠા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.