ETV Bharat / state

આણંદના આ ગામ પાસે પડ્યા અવકાશી ગોળા, ગામોમાં ફેલાયું આશ્ચર્ય - Anand Police

ભાલેજ પાસેના ગ્રામ્ય વિસ્તારોમાં અવકાશમાંથી અજાણી વસ્તુઓ (Satellite fragmentation phenomenon) પડી છે. જીતપુરા દાગજીપૂર અને ખાનકુવા ગામ પાસે બનેલી ઘટનાને (Mysterious sphere in Anand ) લઇ ભારે કુતૂહલ સર્જાયું છે. પડેલો પદાર્થ સેટેલાઇટનો કોઈ ભાગ (Incidents of satellite fragmentation ) હોવાની ચર્ચા ચાલી છે.

અવકાશી ગોળો પડ્યા : આણંદના આ ગામ પાસે પડ્યા અવકાશી ગોળા, શું હોઇ શકે ?

author img

By

Published : May 12, 2022, 9:16 PM IST

Updated : May 12, 2022, 9:54 PM IST

આણંદ- જિલ્લાના ભાલેજ પાસેના ત્રણ ગામ દાગજીપૂરા ખાનકુવા જીતપુરાના સ્થાનિકોએ આજે અંદાજિત 4 વાગ્યા આસપાસ કથિત "ઉલ્કાપિંડ" જોયા પછી ટૂંક સમયમાં જ મોટો અવાજ સાંભળ્યો. અવાજ આવતા સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતાં જ્યાં તેમને અવકાશી પદાર્થ (Satellite fragmentation phenomenon)આવી પડ્યો હતો.

લગભગ 4 વાગ્યાના અરસામાં આકાશમાંથી અવાજ સાથે પડ્યા

બપોરે બની ઘટના - આણંદ જિલ્લાના જીતપુરા દાગજીપૂરા અને ખાનકુવા ગામમાં આજે બપોરે બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં (Mysterious sphere in Anand ) કુતૂહલ સર્જ્યું હતું, સ્થાનિકો પાસેથી તાત્કાલિક ઘટના (Incidents of satellite fragmentation ) અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ ગામના સ્થાનિકોએ લગભગ 4 વાગ્યાના અરસામાં આકાશમાં કથિત "ઉલ્કાપિંડ" જોયા પછી તરત જ મોટો અવાજ સાંભળ્યો. તેના પછી એક મોટો વિસ્ફોટ થયો હતો. બાદમાં આ વિસ્તારમાં જુદા જુદા ત્રણ સ્થળો પર સેટેલાઇટના ટુકડાઓ (Incidents of satellite fragmentation )મળી આવ્યા હતાં.

આ પણ વાંચોઃ ગોંડલ તાલુકામાં વિચિત્ર અવકાશી નજારો દેખાયો, વીડિયો વાયરલ

આ પ્રક્ષેપિત કરાયેલા ઉપગ્રહના બળી ગયેલા ટુકડા હોઇ શકે જેના કારણે ઉપગ્રહ ક્રેશ થયો હોવાની અટકળોએ વિસ્તારમાં વેગ પકડ્યો છે. જોકે આ અંગે અધિકારીઓ પાસેથી કોઈ નક્કર ખુલાસો કરવામાં આવ્યો નથી.

અવકાશી પદાર્થને કોર્ડન કરી વધુ તપાસ શરુ થઇ

આ પણ વાંચોઃ ગુજરાતમાં મંગળ પર મળતા કણો જેવો પદાર્થ મળી આવ્યો: નાસાના વૈજ્ઞાનિકો DNA ટેસ્ટ કરી શોધશે સંબંધ

પોલીસ તંત્ર તપાસમાં પહોંચ્યું -ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા તરત ભાલેજ પોલીસને કરવામાં આવતા (Anand Police) ભાલેજ પોલીસ મથકના psi એન. એસ. ઝાલા સહિત સ્ટાફના માણસોની એક ટીમ સ્થળ પર દોડી આવી હતી. જેમણે અવકાશી પદાર્થને કોર્ડન કરીને આગળ fsl ટીમને જાણ કરી હતી. જે બાદ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. આ ટુકડાઓ અંગે સંભવિત તપાસ માટે ખગોળશાસ્ત્રીઓની ટીમ આ મામલે તપાસ કરે તો હકીકત બહાર આવી શકે તેમ છે તેમ ચર્ચાઇ રહ્યું છે.

Last Updated : May 12, 2022, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.