સરદાર પટેલ યુનિવર્સિટીના વહીવટી કર્મચારીઓની વર્ષ 2011માં ભરતી કરવામાં આવી હતી, ત્યારબાદ એક-બે અધિકારીઓની ભરતી સિવાય કોઈપણ પ્રકારની ભરતી પ્રક્રિયા કરવામાં આવી નથી તેની સાથે વર્ષ 2011થી ઘણા બધા કર્મચારીઓ અત્યાર સુધી નિવૃત પણ થયેલ છે, જેના કારણે કાર્યરત વહીવટી કર્મચારીઓ પર કામનો અતિશય બોજ આવેલ છે. પરંતુ ક્યાંકને ક્યાંક યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય અધિકારીઓ દ્વારા કર્મચારીઓને મળવાપાત્ર ભરતી આપેલ ન હોવાના કારણે વહીવટી કર્મચારીઓમાં ઉદાસીનતા અને નજર અમદાવાદ કરવાનું વલણ રાખવું હોય તેવી લાગણી પ્રવર્તી હતી જેના કારણે અધિકારીઓ દ્વારા ગાંધી અને સરદારના ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવાનો હુંકાર ઉઠાવવામાં આવ્યો છે.
સાથે સાથે જ્યારે કર્મચારીઓ ફરજ પર હાજર હોય અને અવસાન પામ્યા હોય તેવા સંજોગોમાં પણ કર્મચારીઓને મળવાપાત્ર લાભમાં કોઈ જબરદસ્તી કરવામાં આવી નથી, જેથી કર્મચારીઓ આશ્રિતોના લાભથી વંચિત રહેવા પામે છે, જેવા અનેક પ્રશ્નો સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા યુનિવર્સિટીના કુલપતિ તથા કુલકર્ણીને યુનિવર્સિટીના સત્તાધીશો અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા કર્મચારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આજે વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા જણાવ્યું કે સરદાર પટેલ યુનિવર્સિટીના વહીવટી કર્મચારીઓની માંગ વ્યાજબી છે જે અંગે તેમણે સરકારમાં પણ રજૂઆત કરી છે હાલમાં એમ.એસ.યુનિવર્સિટીમાં સરકાર દ્વારા આ તમામ પ્રકારના લાભ કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, જે થકી સરદાર પટેલ યુનિવર્સિટીના કર્મચારીઓને પણ વહેલા મોડા આ તમામ લાભ મળવાપાત્ર થશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
નોંધનીય વાત એ છે કે પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી યુનિવર્સિટીના વહીવટી કર્મચારીઓ દ્વારા વિરોધમાં કાળીપટ્ટી ધારણ કરશે તથા ઓગસ્ટ માસમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિને કર્મચારીઓ દ્વારા દર ગુરુવારે કુલપતિશ્રીને પુષ્પનો હાર અર્પણ કરાશે તથા શુક્રવારે 11:00થી 11 30 કલાક સુધી યુનિવર્સિટી કાર્યાલયના પટાંગણમાં રામધૂન કરી વિરોધ કરવામાં આવશે તથા ઓગસ્ટ મહિનાના દર શનિવારે યુનિવર્સિટી વહીવટી કર્મચારી ઓપન ડાઉન કરી સત્તા મંડળ અને સરકાર વિરોધી પ્રદર્શન કરશે
હાલ જે પ્રમાણે યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા તથા નવા સત્રની કામગીરી શરૂ છે તે દરમ્યાન તમામ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ આ પ્રકારના વિરોધ પ્રદર્શનો યુનિવર્સિટીના કામમાં તથા વિદ્યાર્થીઓને મળવાપાત્ર સેવાઓમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જે તેવી પરિસ્થિતિનું નિર્માણ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં થઈ શકવાની પુરી સંભાવનાઓ છે.