આંણદ જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યુ જાહેરનામું
બોરસદ ચોકડી તરફથી શહેરમાં આવતો માર્ગ ૬૦ દીવસ સુધી રેહશે બંધ
રેલ્વે ઓવર બ્રીજના કામને લઇને કરાયો બંધ
ટ્રાફિક જામની સમસ્યાને લઈ લઇને અવર જવર માટે પ્રતિબંધ
પ્રતિબંધિત કરાયેલ માર્ગના વૈકલ્પિક માર્ગ કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યા
આણંદ : શહેરમાં પ્રવેશતા જીટોડીયા રોડ તરફના ટ્રાફિકને સરકારી અનાજના ગોડાઉન તરફથી ઉમા ભવન પાછળ થઈ અમીન બજાજ રોડ ફાટક નંબર 4 તરફ નો વૈકલ્પિક માર્ગ ફાળવવામાં આવ્યો છે. જ્યારે ટાઉનહોલ થી લોટીયા ભાગોળ થઈ બોરસદ તરફ આવતા ટ્રાફિકને ગામ તરફ રોડ થી ગણેશ ચોકડી તરફનો વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે. જેથી આણંદના પ્રવેશ દ્વાર સમી ભારે ટ્રાફિકનું ભારણ ધરાવતી બોરસદ ચોકડી આગામી 60 દિવસ માટે બંધ રાખવાનું કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી સૂચન કરવામાં આવ્યું છે. જાહેરનામામાં કલેકટર દ્વારા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા જિલ્લા પોલીસ વડાને પણ સૂચન કરવામાં આવ્યા છે.