ETV Bharat / state

આણંદના મોગરની વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓની રજૂઆત - Representation of parents

કોરોના વાઇરસથી બચવા જાહેર કરવામાં આવેલ લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સ સૌથી જરૂરી છે. જેને લઇ દેશમાં ઘણા ક્ષેત્રો પ્રભાવિત થયા છે. જેમાં સૌથી વધુ અસર દેશના શિક્ષણ વિભાગ પર થવા પામી છે.

આણંદના મોગરની વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓની રજૂઆત

author img

By

Published : Jun 3, 2020, 5:30 PM IST

આણંદઃ લોકડાઉનના કારણે બંધ થયેલી શાળા કોલેજોને અનેક સમસ્યાઓ ઉભી થવા પામી છે. ત્યારે આણંદ જિલ્લો કે જે શિક્ષણ ક્ષેત્રે વિશ્વ સ્તરીય સંસ્થાઓ ધરાવે છે, જ્યાં અનેક પ્રશ્નો શિક્ષણને લગતા સામે આવતા હોય છે. જેમાં બુધવારના રોજ મોગર સ્થિત વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફી માંગણી મુદ્દે વાલીઓએ એકત્રિત થઈ રજૂઆત કરી હતી.

આણંદના મોગરની વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓની રજૂઆત
વાલીઓએ માંગ કરી કે, જ્યારે તેમના બાળકો શાળામાં આવતા નથી, ટ્રાન્સપોટેશન બંધ છે, શાળાનું રસોડું બંધ છે, તો પછી શાળા આ બધાના નાણાં ફીમાં કઈ રીતે જોડી શકે! બીજી તરફ શાળા સંચાલકોએ આવનાર સમયમાં જ્યારે શાળાઓ ખુલે અને આ વૈકલ્પિક સુવિધાઓ વિદ્યાર્થીઓને આપવાની થાય ત્યારે શું પરિસ્થિતિ થશે તેની તાગ મેળવવા એડવાન્સમાં ફી માંગી છે. જેથી આવનાર સમયમાં સુવિધા આપવામાં તેમને સરળતા રહે.આ મુદ્દે વાલીઓનું પ્રતિનિધિ મંડળએ શાળા સંચાલકો સાથે લાંબો સમય સુધી ચર્ચા વિચારણા કરી આ સમસ્યાનું સમાધાન લાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.