આણંદ ભાજપી કાઉન્સિલરોને પ્રમુખની તરફેણમાં મતદાન ન કરતાં (Rebellion of BJP Councilors in Borsad Municipality ) બોરસદ નગરપાલિકામાં 70 વર્ષે મળેલી સત્તા ગુમાવવાનો ઘાટ ઘડાઇ ગયો છે. બહુમતી ભાજપી સભ્યોએ વ્હીપને અવગણીને લીધેલા નિર્ણયના કારણે સત્તા પલ્ટાઇ છે. બોરસદ પાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારી જય બારોટની અધ્યક્ષતામા સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં વિપક્ષના 11 અને ભાજપના 14 મળીને કુલ 25 કાઉન્સિલરોએ એકસાથે પાલિકાના સભાખંડમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ અન્ય 6 કાઉન્સિલરો પણ આવી પહોંચ્યા હતાં.બેઠકમાં 5 કાઉન્સિલરો ગેરહાજર રહ્યા હતાં. આ બેઠકમાં વ્હીપનો અનાદર કરી સત્તા ગબડાવી ( Disobedience to the whip and usurpation of power ) દેવાઇ છે.
બોરસદ નગરપાલિકામાં ભાજપ કાઉન્સિલરોનો બળવો સભા ખંડમાં અફડાતફડી મચવાની સંભાવનાને પગલે નગરપાલિકાના આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે બેઠકમાં નવાજૂની થશેના એંધાણથી લોકોના ટોળેટોળા પાલિકા ભવનની આસપાસ એકત્ર થયેલા જોવા મળ્યા હતાં. ભાજપ પ્રભારી કાંતિભાઇ ચાવડા, પૂર્વ ધારાસભ્ય સંજયભાઇ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ દીપકભાઇ પટેલ પક્ષ તરફથી આપવામાં આવેલ વ્હીપ લઇને પાલિકા આવી પહોંચ્યા હતા. સભાની શરૂઆત અગાઉ કાંતિભાઇ ચાવડાએ તમામ ભાજપી સભ્યોને પ્રમુખ તરફે મતદાન કરવા જારી કરાયેલ વ્હીપ વાંચી સંભળાવ્યો હતો અને બાદમાં સભાની કામગીરી શરુ થઇ હતી. પ્રાંત અધિકારી દ્વારા તમામ સભ્યોની ઓળખવિધિ અને સહીઓ લેવામાં આવી હતી. ત્યારબાદ પ્રમુખ આરતીબેન પટેલ સામેની અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા કરતા ભાજપના 6 સભ્યોએ તરફેણમાં અને વિરુદ્વમાં 25 મત પડયા હતાં. જેમાં ભાજપના 14, અપક્ષ 6 અને કોંગ્રેસના 5 સભ્યોએ મતદાન કર્યુ હતું. આમ, પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત 25 મતોની બહુમતિથી પસાર થઇ ગઇ (Rebellion of BJP Councilors in Borsad Municipality ) હતી. જેને 25 સભ્યોએ ટેબલ થપથપાવીને આનંદ વ્યકત કર્યો હતો. વ્હીપનો અનાદર કરી સત્તા ગબડાવતાં તરફેણમાં મતદાન કરનાર કાઉન્સિલરો સહિત ભાજપી છાવણીમાં સન્નાટો છવાયો હતો.
બોરસદ નગરપાલિકાનો ઇતિહાસ ઉલ્લેખનીય છે કે, બોરસદ નગરપાલિકામાં અગાઉ ભાજપને અપક્ષના સહયોગથી સત્તા પ્રાપ્ત થતી હતી. જેમાં પ્રમુખપદે ભાજપ અને ઉપપ્રમુખપદે સહયોગી અપક્ષના ઉમેદવાર નિયુકત થતા હતાં. પરંતુ સૌપ્રથમવાર વર્ષ 2020ની બોરસદ પાલિકાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળતા પ્રમુખ અને ઉપપ્રમુખપદે ભાજપી કાઉન્સિલર નિયુકત કરાયા હતા. જો કે આ નિમણૂંકો સામે ચૂંટાયેલા ભાજપી કાઉન્સિલરો પૈકી કેટલાકે છૂપો વિરોધ કર્યો હતો. ત્યારબાદ પાલિકા દ્વારા કરાતા વિકાસ કામો, ગ્રાન્ટ ફાળવણી સહિતની બાબતોએ કયાંકને કયાંક આંતરિક ખંચતાણ થતી રહી. જેના કારણે શિસ્તબદ્ઘ પાર્ટીમાં જૂથવાદ સર્જાયો. જો કે ભાજપના અસંતુષ્ટ સભ્યો દ્વારા પ્રમુખના કેટલાક નિર્ણયો સામે જિલ્લા, પ્રદેશકક્ષાએ રજૂઆતો પણ કરી હતી. પરંતુ આ મામલે કોઇ નિર્ણય લેવાયો નહતો. જો કે ગત વર્ષ પણ પાલિકા પ્રમુખની કામગીરી સામે વિરોધ વ્યકત કરીને 12 સભ્યોએ સાગમટે પાલિકાની કમિટીઓના સભ્યપદેથી રાજીનામા આપી દીધા હતા. બાદમાં પ્રદેશકક્ષાએથી મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પાલિકાની બેઠક અગાઉ યોજાતી પ્રિબોર્ડમાં પણ કમિટીઓના ચેરમેન કે સાથી કાઉન્સિલરો સાથે ચર્ચા કર્યા વિના કામો મંજૂર કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આંતરિક કલેહ સર્જાયો હતો.
ભાજપના ઉચ્ચ નેતૃત્વની ઢીલાશ આ સ્થિતિથી જિલ્લા અને પ્રદેશકક્ષાની નેતાગીરી વાકેફ હોવા છતાંયે સમયસર સ્થિતિ સંભાળી લેવાના, સૌને આવકાર્ય પગલાં ભરવામા આવ્યા ન હતા. બીજી તરફ અગાઉ પ્રમુખ ભાજપ અને ઉપપ્રમુખ અપક્ષના હોય તેવી બોરસદ પાલિકાની સત્તા સ્થિતિમાં પહેલીવાર બંને પદ ભાજપ પાસે હોવા સહિતના મામલે કોંગ્રેસ સહિત અપક્ષ દ્ઘારા પ્રમુખ અને તેના થોડા સમય બાદ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. નવાઇની વાત એ છે કે વિપક્ષની આ દરખાસ્તને અસંતુષ્ટ ભાજપી કાઉન્સિલરોનો છૂપો ટેકો હતો. જે હાલમાંજ યોજાયેલી બોર્ડ બેઠકમાં ખુલીને સપાટીએ (Rebellion of BJP Councilors in Borsad Municipality ) આવ્યો હતો.
શહેર ભાજપના રિપોર્ટને પ્રદેશમાં મોકલીને સૂચના મુજબ પગલાં ભરાશે બોરસદ પાલિકામાં આજે પ્રમુખ વિરુદ્વ અવિશ્વાસની દરખાસ્ત પસાર થયાનો મામલો જિલ્લાભરમાં ચર્ચાનું કારણ બન્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલે જણાવ્યું હતું કે, બોરસદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા આ મામલે રિપોર્ટ તૈયાર કરીને અમને મોકલવામાં આવનાર છે. જે રિપોર્ટ સહિતનો અહેવાલ પ્રદેશમાં મોકલવામાં આવશે. ત્યારબાદ આ મામલે પ્રદેશકક્ષાએથી મળનાર સૂચના મુજબ કાર્યવાહી કરી પગલાં ભરવામાં આવશે.
પખવાડિયા બાદ ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તમાં પણ ઉથલપાથલની સંભાવના બોરસદ પાલિકાના ઉપપ્રમુખ રણજીતસિંહ પરમારની વિરુદ્વમાં પણ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. આથી પખવાડિયા બાદ આ અંગે પુન: બોર્ડ બેઠક યોજાશે. આ બેઠકમાં પણ રાજકીય ઉથલપાથલ થશેની સંભાવના વ્યકત થઇ રહી છે. આજની સ્થિતિ બાદ જિલ્લા અને પ્રદેશ ભાજપી નેતાગીરી પણ ઉપપ્રમુખ સામેની દરખાસ્તમાં વિરુદ્વનું મતદાન (Rebellion of BJP Councilors in Borsad Municipality ) અટકાવવા નવી રણનીતિ અખત્યાર કરશે કે કેમ તે તો સમય બતાવશેની શકયતા વ્યકત થઇ રહી છે.
ભાજપી કાઉન્સિલરો દ્વારા વ્હીપના અનાદરનો રિપોર્ટ જિલ્લાકક્ષાએ મોકલાશે બોરસદ શહેર ભાજપ પ્રમુખ દીપકભાઇ પટેલે પક્ષ દ્વારા વ્હીપ આપવા છતાંયે 14 ભાજપી કાઉન્સિલરોએ પ્રમુખ વિરુદ્વ કરેલા મતદાન મામલે જણાવ્યું હતું કે, ભાજપના તમામ 20 સભ્યોને આજની બોર્ડ બેઠકમાં પ્રમુખની તરફેણમાં મતદાન કરવા માટે વ્હીપ અપાયો હતો. છતાંયે વ્હીપનો અનાદર કરીને ભાજપના 14 કાઉન્સિલરોએ પ્રમુખની વિરુદ્વ મતદાન કર્યુ છે. આથી સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરીને જિલ્લાકક્ષાએ મોકલવામાં આવશે.
વિધાનસભાના બારણે ટકોરાની સ્થિતિમાં સસ્પેન્શનની સંભાવના નહિવત આગામી ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થનાર હોઇ અને બોરસદ-આંકલાવ બેઠક પર ભાજપ જીતનું માઇક્રો આયોજન કરી રહેલ હોવાના સંજોગોમાં અસંતુષ્ઠ જૂથના ભાજપી કાઉન્સિલરોને વ્હીપના અનાદર બદલ સસ્પેન્ડ કરાય તેવી શકયતા નહિવત દેખાઇ રહી છે. ઉપરાંત બે તૃતીયાંશ સભ્યોએ સાગમટે બળવો પોકાર્યો હોવાથી જિલ્લાના અગ્રણી ભાજપી નેતાઓ પણ મોવડી મંડળને રજૂઆત કરીને સસ્પેન્શન બાબતે ઉદ્દભવેલી પરિસ્થિતિનું મંથન કર્યા બાદ જ પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરનાર હોવાનું જાણવા મળે છે.