- ગુરુવારના રોજ રાજ્ય સરકાર દ્વારા કરાઈ હતી જાહેરાત
- ધો. 1થી 9ને માસ પ્રમોશન, બોર્ડની પરીક્ષાઓ મોકૂફ
- ETV Bharat દ્વારા આણંદના વાલીઓનો અભિપ્રાય જાણ્યો
આણંદ: ETV Bharat દ્વારા સરકારના આ નિર્ણય અંગે આણંદના વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વાલીઓ દ્વારા સરકારના નિર્ણયને આવકાર આપવામાં આવ્યો છે. આ સાથે જ વિદ્યાર્થી તરીકે પોતાની ક્ષમતાઓને ચકાસવા માટે પરીક્ષાના મહત્વને સમજીને વાલીઓ દ્વારા સરકાર સમક્ષ ઓનલાઇન પરીક્ષા યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. વાલીઓએ બાળકોના સ્વાસ્થની ચિંતા કરતા સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની LIVE UPDATE મેળવવા અહીં ક્લિક કરો
બોર્ડની પરીક્ષાના 15 દિવસ અગાઉ જાહેરાત કરાશે
વધતા કોરોના સંક્રમણના કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખીને માસ પ્રમોશન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પરીક્ષા લીધા વગર આગળના ધોરણમાં મોકલી આપવામાં આવશે. આ સિવાય ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પણ મે મહિનામાં લેવામાં આવનારી બોર્ડની પરીક્ષાઓ સરકાર દ્વારા અનિશ્ચિત મુદત માટે સ્થગિત રાખવામાં આવી છે. આ સાથે જ્યારે પણ પરીક્ષાનું પુનઃ આયોજન કરવામાં આવશે, ત્યારે પરીક્ષાના 15 દિવસ અગાઉ જાણ કરવામાં આવશે.