- આણંદ જિલ્લામાં એક જિલ્લા પંચાયત બેઠક નું પરિણામ નથી થયું જાહેર
- જિલ્લા પંચાયત સિહોલ 35 બેઠકમાં EVMમાં ખામી સર્જતાં ફરી મતદાન
- 10 વાગ્યા સુધી 300 ઉપરાંત મતદારોએ આપ્યા મતદાન
આણંદ: જિલ્લાની સિહોર 35 જિલ્લા પંચાયત બેઠક માટે આજે બોરિયા-1 બુથ માટે મતદાનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત 28 ફેબ્રુઆરીના દિવસે યોજાયેલા મતદાન બાદ 2 માર્ચના રોજ મતગણતરીમાં બોરીયા 1 બુથના EVMમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે આ બૂથ પર પરિણામ જાહેર થઈ શક્યું ન હતું. ટેકનિકલ એન્જીનીયરો દ્વારા બે દિવસ સુધી આ EVMને ક્ષતિ મુક્ત કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તે ક્ષતિ દૂર ન થતા ચૂંટણી પંચે 4 માર્ચે ફેર મતદાન કરવા જાહેરાત કરી હતી. ત્યારે, આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી રહ્યા છે.
આ પણ વાંચો: PM મોદી અને અમિત શાહે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ અંગે આપી પ્રતિક્રિયા
બુથમાં કુલ 900 મતદારો
આજે 4 માર્ચે શરૂ થયેલા ફેર મતદાનમાં સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 300 ઉપરાંત મતદારોએ મત આપ્યા હતા. આ EVM પર 900 મતદારોનો સમાવેશ થાય છે જેમાં 28 ફેબ્રુઆરીએ યોજાયેલા મતદાનમાં 593 મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારે 28 ફેબ્રુઆરી એ યોજાયેલા મતદાન કરતા વધારે મતદાતાઓ મતદાન કરે તેવી શકયતાઓ રહેલી છે. સવારે 7 વાગ્યાથી ચાલુ થયેલ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 5 માર્ચે આ એક EVMમાં થયેલા મતદાનના પરિણામ જાહેર કરવામાં આવશે. જે બાદ સિંહોલ 35 બીથ પર વિજેતા ઉમેદવારના નામની જાહેરાત થઈ શકશે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કમળ ખીલ્યું, હાલ વિધાનસભાની ચૂંટણી યોજાય તો શું આવે પરિણામ?