ETV Bharat / state

લૉકડાઉનમાં 10,000 લોકોને રોજ ભોજન પૂરું પાડે છે સાંઈ સેવા ટ્રસ્ટ - સાંઈ સેવા ટ્રસ્ટ

દેશમાં છેલ્લા 50 દિવસથી લૉકડાઉન છે. ત્યારે આણંદ શહેરમાં સાંઈ જન સેવા ટ્રસ્ટ દ્વારા સવાર સાંજ થઈ 10,000 લોકોને ભોજન પહોંચાડી રહ્યાં છે.

લૉક ડાઉનમાં 10,000 લોકોને રોજ ભોજન પૂરું પાડે છે, સાંઈ સેવા ટ્રસ્ટ

author img

By

Published : May 11, 2020, 7:03 PM IST

આણંદઃ દેશમાં લૉકડાઉનના કારણે મોટાભાગના ધંધા રોજગારો બંધ છે. જેથી રોજનું કમાઈ રોજ ખાનારા નાગરિકોને ઘણી મુસીબત વેઠવી પડી રહી છે. ત્યારે આણંદના સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા આવા નાગરિકો માટે સવારસાંજ જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. છેલ્લાં 50 દિવસથી જ્યારે દેશમાં લોકડાઉન છે ત્યારે, આ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા નિયમિત જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.

લૉક ડાઉનમાં 10,000 લોકોને રોજ ભોજન પૂરું પાડે છે, સાંઈ સેવા ટ્રસ્ટ
ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં સાઈબાબા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી જનકભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં જ્યારથી લોકડાઉન ચાલુ થયું છે. ત્યારથી તેમના દ્વારા ગરીબોને ભોજન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તંત્ર પાસેથી લિસ્ટ મેળવી સ્વયંસેવકોની મદદથી આણંદ શહેરમાં જરૂરિયાતમંદ સુધી બે ટંકનું ભોજન પહોંચાડવા માટે સેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સેવા યજ્ઞમાં અનેક લોકોએ સહકાર પણ આપ્યો છે. રોજ સવારે અને સાંજે થઈ 10,000 કરતા વધારે જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવામાં આવે છે.બીજીતરફ જનકભાઈ પટેલે દેશમાં ચાલતા કોરોના પ્રકોપને હરાવવા સક્ષમ લોકોને આગળ આવી લૉક ડાઉનના આ કપરા સમયમાં દેશને મદદરૂપ થવા અપીલ પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.