આણંદઃ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને બજાર કરતાં ઓછી કિંમતે જરૂરી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના આશયથી આણંદ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ મોલની શરૂઆત કરવામાં આવી છે.
આજથી શરૂ કરવામાં આવેલા આ મોલનું ઉદ્ધાટન અમદાવાદ રેન્જ IGP કેસરીસિંહ ભાટીના હસ્તે કરવામાં આવ્યું હતું. પોલીસ મોલના ઉદ્ઘાટન પ્રસંગે આણંદ જિલ્લાના લોકસભા સાંસદ મિતેશભાઇ પટેલ જિલ્લા કલેક્ટર, ખેડા જિલ્લા પોલીસ વડા, જિલ્લાના ભાજપના ધારાસભ્યો સાથે જ રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
IGP કેશરીસિંહ ભાટીએ ઉદ્ધાટન કરાવ્યું આણંદ જિલ્લા પોલીસ વડા દ્વારા ખુલ્લો મૂકવામાં આવેલા આ મોલ થકી અધિકારીઓને ઘરવખરી તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રાહત દરે મળી રહશે. સાથે જ આ મોલ સવારે 9 વાગ્યાથી બપોરના 2 કલાક સુધી તથા સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી ખરીદી માટે ખુલ્લો રાખવામાં આવશે. જેથી પોલીસ જવાનોને નિયમિત જરૂરી સામાન ઉપલબ્ધ થઈ શકે.આણંદમાં પોલીસ મોલનું ઉદ્ધાટન કરાયું આ પ્રસંગે પૂર્વ રાજ્યકક્ષાના પ્રધાન રોહિત પટેલ GCMMFના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢી સહિત જિલ્લાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.