વિશ્વવિખ્યાત સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે. જેમાં P.H.D કૌભાંડ ચર્ચિત બન્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝના પ્રધ્યાપક ડોક્ટર યગ્નેશ દલવાડી સાથે મળી યુનિવર્સિટીના જ કર્મચારીના પુત્રને P.H.Dની ડિગ્રી એનાયત થવા પર સિન્ડિકેટ સભ્યો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આ અંગેની ફરિયાદ એજન્ડા સાથે કે નિયમ અને નિર્ણય સાથે રજુ કર્યો નથી. આજની સભામાં રજુ કરી જે વિવિધ આઠ મુદ્દાઓ પર લેખિતમાં યુનિવર્સિટીના નિર્ણય એજન્ડામાં મુકાયા છે. તેમાં માત્ર વિદ્યાર્થી રોનક સોનારા અને માર્ગદર્શક યજ્ઞેશ દલવાડી જે સિન્ડિકેટ સભ્ય પણ છે. જેને શિક્ષાત્મક કાર્યવાહી કરેલી છે. તેનાથી સરદાર પટેલ યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝના PHDના પ્રવેશની શરૂઆત થઈ વિદ્યાર્થીને PHDની ડિગ્રી એનાયત થયા હોવા સુધી સંડોવાયેલા તમામ કર્મચારીઓ પર યુનિવર્સિટી દ્વારા કડકમાં કડક શિક્ષાત્મક પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે સિન્ડિકેટ સભ્યોએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
સિન્ડિકેટ સભ્ય બિપિનચંદ્ર પટેલ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, વિવાદિત વિદ્યાર્થી રોનક સોનારા જેના પિતા પ્રોફેસર સી કે સોનારા કે જે સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર ખાતે જ ફરજ બજાવે છે. તેમના અને વિદ્યાર્થીના માર્ગદર્શક ડોક્ટર યજ્ઞેશ દલવાડીની મિલીભગતથી આ સમગ્ર ઘટનાક્રમને અંજામ આપવામાં આવ્યો છે. આ ષડયંત્રમાં સામેલ તમામ કર્મચારીઓ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે કુલપતિને અનુરોધ કરવામાં આવ્યો હતો.