આણંદ : બોટાદ લઠ્ઠાકાંડના (Botad Lattha kand) પગલે રાજ્યમાં ઘણી જગ્યાએ દારૂના રવાડે ચડેલા ઘણાં નાગરિકોના મોતના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ઘટના બાદ સફાળા જાગેલા પોલીસ વિભાગે એક બાદ એક દેશી દારુની હાટડીઓ પર રેડ કરવાની હારમાળા સરજીને ફરજનો ડોળ કરી સરકારને કામગીરી બતાવવાની દોડધામ શરૂ કરી. તેવામાં આણંદના ધર્મજ ગામે પહોંચેલી પેટલાદ રૂરલ પોલીસને (Petlad Police Raid)જોઈ ભાગવા જતા બુટલેગર અવસાન (Death of Dharmaj Bootlegger ) પામ્યો હતો.
પેટલાદ ડિવિઝનમાં એક બાદ એક 28 જેટલાં દેશી દારુના કેસ નોંધાયા હતાં - પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના લઠ્ઠાકાંડ (Botad Lattha kand)બાદ રાજ્યમાં પોલીસને અચાનક દેશી દારુના વેચાણ સ્થળો દેખાવાના શરૂ થઈ ગયા! એક બાદ એક અનેક પોલીસ મથકમાં ડ્રાઇવના ભાગરૂપે થોકબંધ ગુનાઓ નોંધાયા. આવી જ પ્રક્રિયાના ભાગરૂપે આણંદના પેટલાદ ડિવિઝનમાં એક બાદ એક 28 જેટલાં દેશી દારુના કેસ નોંધાયા હતાં, જે કામગીરીના ભાગ રૂપે પેટલાદ ગ્રામ્ય પોલીસ (Petlad Police Raid) પણ એક બાદ એક સ્થળો પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંગળવારે સાંજના સમયે ધર્મજ ગામના તળપદા વાસમાં રેડ કરવા પહોંચેલી પેટલાદ પોલીસને જોઈ દારૂ વેચતા 30 વર્ષીય વિનોદ તળપદા હબકાઈ જઈ ભાગવા જતા અવસાન (Death of Dharmaj Bootlegger ) થયું હતું.
કોણ હતો વિનોદ- ધર્મજના તળપદા વાસમાં રહેતા સનભાઇનો આ પરિવાર પહેલા પણ દારુના વેચાણ અને બનાવટના ગુનામાં પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે. અગાઉ વિનોદની માતા સામે પ્રોહિબિશનના કાયદા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે બે માસ અગાઉ વિનોદે દેશી દારુનો કાળો કારોબાર શરૂ કર્યો હોવાની કબૂલાત વિનોદ તળપદાના પિતા સનાભાઇ તળપદાએ કરી હતી.
પોલીસે જ ખસેડ્યો હોસ્પિટલ - વિનોદ તળપદા દ્વારા ચોરીછૂપે ચલાવતી આ ગેરકાયદે પ્રવૃત્તિનો ભાંડો ફુટયો અને પોલીસે (Petlad Police Raid) રેડ કરી. આ દોડધામમાં વિનોદે દારુના જથ્થાને ઢોળી દીધો અને તે બાદ પોલીસના હાથમાંથી બચવા દોડવા જતા અચાનક પડી ગયો. પોલીસને જોઈને આસપાસથી પણ સ્થાનિકોના ટોળાં એકઠા થઇ ગયાં અને માહોલ સંવેદનશીલ બની ગયો હતો. સમગ્ર ઘટનામાં પોલીસે વિનોદને નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત (Death of Dharmaj Bootlegger ) જાહેર કર્યો હતો. પેટલાદ રૂરલ પોલીસ દ્વારા સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે.
પેનલ ડોક્ટર્સની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ - મૃતક વિનોદ તળપદાનું બુધવારે કરમસદ શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટર્સની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં કોર્ટે ફોરેન્સિક એક્સપર્ટને પણ હાજર રાખ્યાં હતાં. જે રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું (Death of Dharmaj Bootlegger ) સાચું કારણ બહાર આવી શકશે. હાલ હોસ્પિલમાંથી પીએમ કરીને મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે.