- 31 ડીસેમ્બરની રાતે આંણદ જિલ્લા પોલીસની કાર્યવાહી
- 121 પ્રોહિબીશનના કેસ નોંધાયા
- માત્ર આંણદમાં જ 50 જ્યારે બોરસદમાં 20 અને વિદ્યાનગર 16 કેસ નોંધાયા
આણંદઃ 31 ડીસેમ્બરની રાતે આંણદ જિલ્લા પોલીસની પેટ્રોલિંગની કાર્યવાહીએ અનેક દારૂ રસિકોને કાયદાના પાઠ શીખવ્યા છે. 31 ડિસેમ્બરના દિવસે જ આણંદ જિલ્લામાં કુલ 121 પ્રોહિબીશનના કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર આંણદ ટાઉનમાં જ 50 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે બોરસદમાં 20 અને વિદ્યાનગર 16 કેસ નોંધાયા આંકલાવમાં તો ભારત સરકાર લખેલી ગાડીમાં વિદેશી દારૂની 7 બોટલો સાથે શખ્સ ઝડપાયા છે. આમ આણંદ જિલ્લામાં 2020 વર્ષ દરમિયાન પ્રોહિબીશનના કુલ 5,833 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.
2020માં પ્રોહીબેશનમાં કેટલા કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં 2020 ના વર્ષ દરમિયાન પ્રોહિબીશનના 5,833 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં 6,146 આરોપીઓની અટકાયત જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલના ચોંકાવનારા આંકડા સપાટી પર આવ્યા છે. જેમાં દેશી દારૂના 15,898 લીટર દારૂ જપ્ત કરવાં આવ્યો છે. જેની અંદાજિત કિંમત 31,7878 થવા પામેં છે. બીજી તરફ વિદેશી દારૂ ની વર્ષ દરમિયાન કુલ 1,27,182 બોટલ જપ્ત કરવામાં આવી ચૂકી છે, જેની અંદાજિત કિંમત 3,08,00,117 થવા પામે છે, દારૂના વોસનો પણ મોટો જથ્થો જપ્ત કરવાં આવ્યો છે. જેનો 50580 લીટરનો જથ્થો જપ્ત કરાયો છે. જેની કિંમત 2,11,551 થવા પામી છે. જ્યારે તાળીના 234 લીટર જથ્થાને જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત 3790 થાવ છે. આમ આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો પ્રતિબંધિત દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.