ઓડ ગામે નગરપાલીકાની ચૂંટણીની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સાત લોકોને ઇજા પહોંચી હતી. જે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાને લઇને બંને પક્ષઓએ સામ સામે ફરીયાદ દાખલ કરી હતી. આ સમગ્ર ઘટના બની હોવાની જાણ ખંભોળ જ પોલીસને થતાં જ પોલીસનો કાફલો ઓડ ગામ ખાતે પહોંચી ગયો હતો અને એકત્ર થયેલા બન્ને પક્ષોના ટોળાઓને વિખેરી નાખ્યાં હતાં, ત્યારબાદ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે આણંદની અલગ-અલગ હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાને લઇને ખંભોળ જ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને રાયોટીંગના ગુનાઓ દાખલ કરી તેમાં ત્રણ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓડ નગરપાલિકાની ચૂંટણી બની લોહીયાળ, બે જૂથ વચ્ચેની અથડામણમાં 7 ઘાયલ
આણંદઃ ઉમરેઠ તાલુકાના ઓડ ગામે યોજાયેલ પ્રમુખની ચૂંટણીની અદાવતમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સાત લોકોને ઈજા પહોંચી હતી. જે તમામને આણંદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જે ઘટનાના CCTV વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયા છે. આ અથડામણ અંગે ખંભોળ પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી ચારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઓડ ગામે નગરપાલીકાની ચૂંટણીની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સાત લોકોને ઇજા પહોંચી હતી. જે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાને લઇને બંને પક્ષઓએ સામ સામે ફરીયાદ દાખલ કરી હતી. આ સમગ્ર ઘટના બની હોવાની જાણ ખંભોળ જ પોલીસને થતાં જ પોલીસનો કાફલો ઓડ ગામ ખાતે પહોંચી ગયો હતો અને એકત્ર થયેલા બન્ને પક્ષોના ટોળાઓને વિખેરી નાખ્યાં હતાં, ત્યારબાદ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે આણંદની અલગ-અલગ હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાને લઇને ખંભોળ જ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને રાયોટીંગના ગુનાઓ દાખલ કરી તેમાં ત્રણ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સામા પક્ષે વિશાંતકુમાર રમણભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના સુમારે દિશાંતકુમારની સાથે બાવાજીની ખડકીએ આવ્યા હતા ત્યારે રસ્તામાં વચ્ચોવચ્ચ બાદલભાઈ ભાવેશભાઈ પટેલ અને કૌશલભાઈ શૈલેષભાઈ પટેલ દ્વારા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીની અદાવત રાખીને બન્નેને જોઈને કણબા-કણબા બોલી ગાળો બોલતા હતા. જેથી બન્ને ત્યાંથી નીકળીને ગોપી ટેકરા પાસે આવીને ઊભા રહ્યા હતા. દરમિયાન ભાવેશભાઈ મનુભાઈ પટેલ, બાદલભાઈ ભાવેશભાઈ પટેલ, શૈલેષભાઈ મનુભાઈ પટેલ, વિશાલભાઈ ભાણો, જતીન ઘનશ્યામભાઈ પટેલ, સુહાગભાઈ રજનીભાઈ પટેલ હાથમાં લાકડીઓ અને બેટ લઈને આવી ચઢ્યા હતા અને વિશાંતકુમાર, દિવ્યેશકુમાર, વિપુલભાઈ દિપેનભાઈન ેબેટ અને લાકડીઓથી માર માર્યો હતો. અડધા કલાકની અંદર જ સામસામે હિંસક મારામારીની ઘટના બનતાં જ ગામમાં ભયનું વાતાવરણ છવાઈ જવા પામ્યું હતુ. ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતાં જ પોલીસનો કાફલો ઓડ ગામે પહોંચી ગયો હતો અને એકત્ર થયેલા બન્ને પક્ષોના ટોળાઓને વિખેરી નાંખ્યા હતા. ત્યારબાદ ઘવાયેલા સાતેયને વધુ સારવાર માટે આણંદની અલગ-અલગ હોસ્પિટલોમાં મોકલી આપવામાં આવ્યા હતા. ખંભોળજ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને રાયોટીંગના ગુનાઓ દાખલ કરીને વિશાલ, બાદલ, વિવેક અને મનિષની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.Conclusion:ઉલ્લેખનીય છે કે ઓડ નગરપાલિકામાં કોંગ્રેસના પાંચ બાગી કાઉન્સીલરો દ્વારા પક્ષપલટો કરી ભાજપ ને સમર્થન આપી બાકી રહેતી મુદત માટે કોંગ્રેસની પેનલ છોડી ભાજપ ના ગોપાલસિંહ રાઉલજી ને પ્રમુખ તરીકે સમર્થન કરતા સમગ્ર ગામમાં રાજકીય માહોલ ગરમાયા જેવી પરિસ્થિતિનું સર્જન થયુ હતુ.જે વચ્ચે સામાન્ય બોલાચાલી એ એક હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.