પાકિસ્તાનથી આઠ વર્ષ અગાવ ભારત આવી આણંદના સ્થાયી થયેલા પરિવાર દ્વારા આણંદમાં આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 38 જેટલા પાકિસ્તાની નાગરિકો મૂળ પાકીસ્તાનથી આઠ વર્ષ અગાવ ભારતમાં વિઝીટર વિઝા પર આવ્યા બાદ લોન્ગ ટર્મ રેસિડેનસી પરમીટ કઢાવી આશરો મેળવવામાં આવ્યો હતો.
જે લોકોને સરકારના નવા કાયદાને આવકાર્યો હતો અને હવે ભારતીય નાગરીકતા મેળવવા તજવીજ હાથ ધરવામાં આવશે.પાકિસ્તાનમાં પોતાની માલ મિલકત મૂકી કાયમી ભારતના શરણે આવેલ નાગરિકોએ પાકિસ્તાનમાં તેમની સાથેની આપવીતી વર્ણવી હતી અને હવે ભારતમાં તેમને નવુ જીવન મળ્યાનો અનુભવ કરી રહ્યા છે.